આપણને બધાને ખબર હશે કે સ્ત્રીઓને સમજવી મુશ્કેલ હોય છે. પણ અશક્ય તો નહીં જ. આજ સુધી આખી દુનિયામાં સ્ત્રીને સંપૂર્ણ રીતે લગભગ કોઈ સમજી નહિ શકી હોય, ન તો કોઈ તેની શક્તિ ને માપી શક્યું હોય. કે કોઈ એની ભાવનાઓ અથવા વિચારોને રોકી શક્યું હોય, અને આમ જોઈએ તો રોકવાની જરૂર પણ શું છે.

મુનિઓના કહેવા પ્રમાણે એક બ્રાહ્મણના પગ પવિત્ર હોય છે, ગાયનો પાછળનો ભાગ પવિત્ર હોય છે, ઘોડા તેમજ બકરીનું મોટું પવિત્ર હોય છે, પરંતુ જો સ્ત્રીની વાત કરીએ તો તે બધી જગ્યા થી પવિત્ર છે. અમુક લોકોના મનમાં એવા વિચાર આવે છે કે સ્ત્રીઓ અપવિત્ર હોય છે એ વિચારને આપણે કાઢવાની જરૂર છે.

આ વાતને સાબિત કરવા માટે આપણી પાસે એક ઉદાહરણ પણ છે. ભારત દેશમાં કેરળ રાજ્યમાં સ્ત્રીઓની પૂજા કરાય છે, અને તેને લક્ષ્મીનો અવતાર માનવામાં આવે છે. ત્યાં પુરુષો પણ પોતાની પત્નીના પગને નમન કરે છે. જ્યારે નોર્થ ઇન્ડિયામાં આ કરવું એ પાપ ગણાય છે. પરંતુ કેરળમાં લગભગ દરેક જગ્યાએ કરવામાં આવે છે.

એવી જ જગ્યાએ ભગવાન પણ વસી શકે કારણ કે જ્યાં મહિલાઓની ઇજ્જત અને માન સન્માન દેવામાં આવે છે, ત્યાં ભગવાન પણ વસી શકે છે. સ્ત્રીનું સન્માન કરવું જોઈએ. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવીએ છીએ, તો ચાલો ને એક દિવસ ની જગ્યાએ આખા વર્ષ દરમ્યાન સ્ત્રીઓનું સન્માન કરીએ.

Comments
Loading...