• આપણે રોજિંદી જિંદગીમાં ઘણું બધું ખાઈ જતા હોઈએ છીએ તેમાંથી કઈ વસ્તુ શરીરને નુકસાનકારક છે કે કઈ વસ્તુ શરીરને ફાયદાકારક છે એ જોવા પર વધુ ધ્યાન આપી શકતા નથી. પરંતુ હકીકતે આપણે આપણા શરીરનું ધ્યાન રાખવું જોઈએ. આજે અમે તમને દરરોજ બે કેળા ખાઈ એ તો શરીરમાં કેવા ચમત્કારિક બદલાવ થાય છે એના વિશે જણાવવાના છીએ.

દરરોજના બે કેળા ખાવાથી ઘણાં બધા ફાયદાઓ છે. તો ચાલો જાણીએ તેના ફાયદાઓ વિશે…

વજન ઘટે છે

  • રોજના બે કેળા ખાવાથી વજન ઘટે છે આ વાતથી તમને થોડું આશ્ચર્ય થશે કે બે કેળા ખાવાથી વજન કઈ રીતે ઘટી શકે, પરંતુ હકીકતમાં કેળામાં ફાઇબર રહેલા હોય છે જેથી તમને ભૂખ ઓછી લાગે છે. આ સાથે કેળામાં સ્ટાર્ચની રહેલું હોય છે, કે જે શરીર ની ચરબીની માત્રા ને કંટ્રોલ કરે છે. આ બ્લડના શુગર લેવલને પણ કંટ્રોલમાં રાખે છે. સાથે-સાથે એ શરીરને ઇન્સ્યુલિન સેન્સિટિવ પણ બનાવે છે.  જો તમારું શરીર ઇન્સ્યુલિન સેન્સેટિવ ન હોય તો તમારા શરીરમાં ગ્લુકોઝનું શોષણ થતું નથી. સાથે-સાથે વજન ઓછું થવાને લીધે બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહે છે. 

હૃદય માટે ફાયદાકારક

  • તમારા સરેરાશ જમવામાં સોડિયમની માત્રા બહુ વધારે હોય છે. અને પોટેશિયમ ખૂબ જ ઓછી માત્રામાં હોય છે. જ્યારે કેળામા પોટેશિયમ બહુ વધારે પ્રમાણમાં મળે છે અને સોડિયમ ના બરાબર હોય છે. જે તમારા હૃદયને સ્વસ્થ રાખવા માટે ખૂબ જ જરૂરી છે. રોજના બે કેળા ખાવાથી રદયના લગતી બીમારીઓ ખુબ જ ઓછી થઈ જાય છે. અને લાંબા સમય સુધી આ રીતે કેળાનું સેવન કરવાથી હૃદય પૂરેપૂરું સ્વચ્છ થઈ જાય છે.

સ્ટ્રેસને કંટ્રોલ કરે છે

  • આ તો તમને બધાને ખબર જ હશે કે કેળા ખાવાથી ઇન્સ્ટન્ટ એનર્જી મળે છે. અને તમે સારું ફીલ કરો છો. કેળામાં ટ્રિપ્ટોફેન નામનું હોર્મોન મળી આવે છે જેને હેપ્પી હોર્મોન પણ કહે છે. આ આપણા શરીરમાં ખુશીનો સંચાર કરે છે. એક કેળામાં 27 મિલીગ્રામ જેટલું  મેગ્નેશિયમ મળી આવે છે. જે તમારા હૃદય માટે, પાચનતંત્ર માટે અને સાંધાઓ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આ સાથે સાથે મેગ્નેશિયમ સારો મૂડ અને સારી નિંદ્રા માટે પણ જરૂરી હોય છે. અને માટે જ કેળા ખાધા પછી તમને રિલેક્સ પણ ફિલ થાય છે.

Comments
Loading...