એક કોલેજમાં હેપ્પી મેરિડ લાઈફ પર એક વર્કશોપ હતી, જેમાં થોડાક પરિણીત યુગલો પણ ભાગ લીધો હતો.

આ ક્લાસ ચાલુ થઈ તે પહેલા બધાં યુગલો ત્યાં બેઠા બેઠા લગ્ન વિશે જોક્સ કરતા હતા. એકબીજાની ઠેકડી ઉડાડતા હતા. પ્રોફેસર આવીને આ બધું જોયું.

પછી કહ્યું, “હું કંઈ હેપ્પી મેરીડ લાઈફ વીશે કહું તે પહેલા ચાલો એક રમત રમીએ!”

ત્યારે બધાનું ધ્યાન ત્યાં ગયું અને આતુરતાથી પૂછ્યું, “કઈ રમત ?”

ત્યારે પ્રોફેસર એ કહ્યું તમારા બધામાંથી કોઈ પણ એક પરિણીત સ્ત્રી અહીંયા આવો, પછી એમાંથી એક સ્ત્રી આવી.

પ્રોફેસરે એને કહ્યું, “તમારા જેટલા નજીકનાં સગાં-સંબંધીઓ અને જે કોઈ છે એના ૨૫-૩૦ લોકોનાં નામ અહીંયા બોર્ડ પર લખી લો.”

પેલી સ્ત્રીએ એના પરિવારના લોકો, પછી મિત્રો, સગાંસંબંધીઓ, એના પાડોશીઓ અને પછી ઓફિસમાં સાથે કામ કરવાવાળા લોકોના નામ લખ્યાં. પચીસ-ત્રીસ થયા.

પ્રોફેસરે કહ્યું જે લોકો તમને ઓછા પસંદ છે એવા પાંચ નામ કાઢી નાખો સ્ત્રી પોતાની સાથે કામ કરવાવાળા માણસો ના નામ કાઢી નાખ્યા્.

અમે પ્રોફેસર 5 બીજા નામ કાઢવા કહ્યું પછી સ્ત્રીએ ઘણું વિચારી ને પાડોશીઓના નામ કાઢી નાખ્યા.

હવે પ્રોફેસર ઍ કીધુ બીજા દસ નામ કાઢી નાખો. તો પેલી સ્ત્રીએ એના મિત્રો સગા સંબંધીઓના નામ કાઢી નાખ્યા.

હવે બોર્ડ પર ખાલી 4 જ નામ હતા તેણીના મમ્મી-પપ્પા, પતિ અને એના સંતાન નું નામ!

હવે પ્રોફેસરે કહ્યુ, “આમાંથી બીજા બે નામ કાઢી નાખો.”

પેલી સ્ત્રી દુખી થઇ ને રોવા માંડી પણ ઘણું વિચાર્યા પછી દિલ ઉપર પથ્થર રાખીને એણે માતા-પિતાનું નામ બોર્ડ પરથી કાઢી નાખ્યું.

ત્યાં બેઠેલા બધા લોકો શાંતિથી જે પણ કઈ થાતુ તુ તે જોઈ રહ્યા હતા.

એમ કહોને કે રમત ખાલી પેલી સ્ત્રી સાથે રમાતી હતી. પણ એની અસર ત્યાં બેઠેલા બધા પર થતી હતી.

હવે બોર્ડમાં ખાલી બે જ નામ બચ્યાં હતાં. એના સંતાન નું અને બીજું એના પતિનું નામ.

પ્રોફેસરે એમાંથી પણ એક નામ હટાવવાનું કહ્યું.

પેલી સ્ત્રી નામ ડસ્ટર બાજુમાં મુકીને ત્યાં ને ત્યાં બેસી ગઈ. જાણે કે પેલા પ્રોફેસરે સાચે જ તેને પતિ અને સંતાન માં થી એક પસંદ કરવાનું ન કીધું હોય! તેની હાલત કાપો તો લોહી ન નીકળે એવી થઈ ગઈ.

પ્રોફેસરે ઘણી વખત કહ્યુ ત્યારે તે ઉઠી અને તૂટેલા દિલ થી એને પોતાના સંતાનનું નામ કાઢી નાખ્યું.

પ્રોફેસર બધાને પૂછ્યું આ સ્ત્રીએ કેમ આવુ કર્યું?

જે મા-બાપે એની કુખેથી જન્મ આપ્યો એનું નામ કાઢી નાખ્યું?

એ સંતાન કે જેણે એને પોતાની કૂખે જન્મ આપ્યો છે એનું પણ નામ કાઢી નાખ્યું?

હવે પ્રોફેસર જ્યારે પેલી સ્ત્રીને પૂછ્યું ત્યારે પેલી સ્ત્રીએ કહ્યું, “કદાચ મારી જગ્યાએ મારી મા હોત તો પણ એ આ જ કરત મા એ મને શીખવ્યું હતું કે માતા-પિતા તારી સાથે હંમેશા નહીં રહે અને કદાચ લગ્ન પછી તારી પરવાહ પણ ન કરે, પરંતુ તારા શરીરનો અડધો ભાગ બનીને ચાલશે તો એ તારો પતિ હશે!”

અને ત્યાં બેઠેલા બધાંએ સ્ત્રીની આ વાત ને તાળીઓથી વધાવી લીધી.

Comments
Loading...