લવિંગ શું છે?

લવિંગ ઇન્ડોનેશિયા, ભારત, પાકિસ્તાન અને પૂર્વ આફ્રિકાના અમુક વિસ્તારો જેવા એશિયન દેશો માટે સ્વદેશી મસાલામાંનું એક છે. તેનું મૂળ ઇન્ડોનેશિયામાં માલુકુૂ ટાપુઓ છે. તેઓ વિશ્વભરમાં સ્વાદ માટે વપરાય છે અને પોપ્યુલર છે ખાસ કરીને તે એશીયામા વધુ પોપ્યુલર છે. જુદા જુદા એશિયાઈ રસોઈકળાઓમાં લવિંગ નો સમાવેશ થાય જ છે.

લવિંગ નો પણ એશિયામાં ઉદ્દભવતા અન્ય મસાલાની જેમ એક મહાન ઇતિહાસ છે. 13 મી અને 14 મી સદી દરમિયાન, લવિંગ ઇન્ડોનેશિયાથી ચાઇના, ભારત, પર્શિયા, આફ્રિકા અને યુરોપમાં તમામ માર્ગે વહન કરવામાં આવતુ હતુ. આ સમય દરમિયાન, લવિંગ ની ખૂબ ઊંચી કિંમત હતી. આજે, સમગ્ર વિશ્વમાં લવિંગ એક અત્યંત મહત્વપૂર્ણ વ્યાપારી પાક છે.

લવિંગ વિશે વૈજ્ઞાનિક હકીકતો

લવિંગ ઝાડની સુકી કળીઓ છે જે સઝીજિયમ એરોમેટીકમ છે. તે મર્ટાસેઇ નામના પ્લાન્ટ ને બીલોંગ કરે છે. આ છોડ ઉષ્ણકટિબંધીય અને ઉપોષ્ણકટીબંધીય બંને પરિસ્થિતિઓમાં ઉગતા સદાબહાર છોડ છે. લવિંગ એક જડીબુટ્ટી છે અને લોકો ડ્રાય બડ, દાંડીઓ અને પાંદડા સહિત પ્લાન્ટના વિવિધ ભાગોનો દવા બનાવવામા ઉપયોગ કરે છે. લવિંગ નું તેલ પણ તેના ઔષધીય ગુણધર્મો માટે જાણીતું છે.

લવીંગનો ઉપયોગ ભારત અને ચીનમાં માત્ર મસાલા પુરતો જ નહીં, પરંતુ અનેક બિમારીઓની દવા તરીકે પણ વપરાય છે. આયુર્વેદિક મેડિસિન્સ દાંતમા સડો, દુખાવા અને ખરાબ શ્વાસ માટે વપરાય છે.

લવીંગ એક એવી વસ્તુ છે જેમાં કુદરતી રીતે ભરપુર ફાયદાઓ સમાયેલા છે. આજે અમે એના ફાયદાઓ વિશે જણાવશુ, જેને જાણીને તમે એનો ઉપયોગ જરુરથી કરશો!

લવીંગ ના ઉપયોગ કરવાથી થતા ફાયદાઓ

૧. લવીંગ નો ઉપયોગ કરવાથી તમારુ લોહી સાફ થાય છે. જેનાથી તમારુ શરીર પણ ઘણૂં સ્વસ્થ રહે છે.

૨. અત્યારે શિયાળો ચાલી રહ્યો છે જ્યારે લવીંગ નો ગુણ ગરમ છે અને તમે જ્યારે રોજ આનુ સેવન કરવાનું ચાલુ કરશો ત્યારે તમારુ શરીર ઠંડી સહન કરવા વધુ સક્ષમ બને છે. અને બીજા લોકો ના પ્રમાણમાં તમને ઠંડી ઓછી મહેસુસ થાય છે.

3. લવીંગ ના ઉપયોગથી તમે ઉર્જાવાન મહેસુસ કરો છો.

૪. પેટની તકલીફ થી હંમેશ માટે છુટકારો મળી શકે છે. લવીંગ પાચક ઉત્સેચકોના સ્ત્રાવને ઉત્તેજિત કરીને પાચનમાં સુધારો કરે છે.

૫. એક દિવસમાં એક જ લવીંગ નું સેવન કરવાનું છે આ વાત નું ધ્યાન રાખવુ પડ્શે.

૬. એન્ટી બેક્ટેરીયલઃ ઘણા બેક્ટેરીયાઓ સામે લવિંગની એન્ટિબેક્ટેરિયલ ગુણધર્મો માટે પરીક્ષણ કરવામાં આવ્યું છે, લવિંગ તે જીવાણુઓને મારી નાખવા માટે સક્ષમ હતા.

Comments
Loading...