ભારતીય મહર્ષિઓ દ્વારા તૈયાર કરેલ “આયુર્વેદ” અને આપણા પૂર્વજોની “દેશી દવા”ના જ્ઞાનને આપણે હાસ્યાસ્પદ ગણીને આગળ વધ્યા છીએ એટલે જ આજે અનેક રોગોમાં ઘેરાયા છીએ અને તબીબો ઉઘાડી લૂંટ મચાવે છે.ખરેખર,આ ભૂતકાળ ગજબ હતો જેમાં દરેક રોગનો દેશી ઇલાજ હતો ! અને ખાસ કરીને એવી વનસ્પતિઓ વિશે આપણા પૂર્વજોને જ્ઞાન હતું જે દરેક રોગો માટે અક્સર સાબિત થનાર હતી અને આજે આપણે અબુધપણે એને નિંદામણ સમજીને કચડી નાખીએ છીએ! આજે વાત કરવી છે,એક એવા જંગલી ઘાસની કે જેને લગભગ બધાંએ જોયું જ હશે.ઘરના ફળિયામાં,ખેતરને શેઢે કે પછી પાદર કે ખુલ્લી જગ્યામાં – ગમે ત્યાં એ ઉગી નીકળે છે અને ભારતના ઘણાં બધાં ભાગોમાં થાય છે. ગુજરાતમાં તો દરેક ઠેકાણે જોવા મળે છે.

એક એવી વનસ્પતિ કે લાગલગાટ પચ્ચીસ વર્ષ સુધી જીવંત રહે છે ! વાત છે “લાખા લૂણી” નામક નાનકડાં,ચપટાં અને થોડા ચીકાશ ઘરાવતા પાંદડાયુક્ત વનસ્પતિની જે દરેક રોગમાં અક્સર ઇલાજ તરીકે ઉભરી આવે છે.બસ,જરૂર છે તેમને જાણવાની ! આ જંગલી ઘાસને ભારતીય ભાષામાં લાખાલુણી, મોટી લોણી, લોણા, લોણા શાક, ખુરસા, ફૂલકા, લુનાક, ઢોલ, લોનક વગેરે નામોથી ઓળખવામાં આવે છે. અંગ્રેજીમાં તેને common purslane, Kaun Purslane, Pussley, Pigweed કહેવામાં આવે છે. તે આખા ભારતમાં તે પછી ગરમ પ્રદેશ હોય કે હિમાલયના ઠંડા પ્રદેશ હોય બધે જ મળી આવે છે.

તેના મૂળનો 25 વર્ષ સુધી નાશ નથી થતો.અને વરસાદમાં તે પાણી મળવાથી ફરી વાર લીલી થઈને ફેલાઈ જાય છે.જેના મૂળનો 25 વર્ષ સુધી નાશ થતો નથી તો તમે વિચારી શકો છો કે તેમા કેટલી ખાસ Immunity હશે !

લાખા લુણીના ગજબના ફાયદા

તેના પાંદડામાં ગજબના સ્વાસ્થ્યના ફાયદા સમાયેલા હોય છે. તેમાં vitamin, iroin, calcium, પ્રોટીન અને મિનરલ્સ પુષ્કળ છે આપણા સંપૂર્ણ આરોગ્ય માટે ખુબ જ ઉપયોગી છે. આ ઘાસ બધા લીલા શાકભાજી કરતા ઉત્તમ છે. લીલા શાકભાજીમાં જો કોઈમાં omga 3 ફેટી એસીડસ મળે છે તો સૌથી વધુ આમાં મળે છે. તેના પાંદડામાં લીલા શાકભાજી થી વધુ Vitamin ‘A’ મળે છે, જે કેન્સર જેવા ગંભીર રોગો સામે લડવામાં ખુબ મદદ કરે છે અને omga 3 હોવાથી તે હ્રદય રોગો થી બચાવે છે.

આ ઘાસ કેન્સર, હ્રદય, લોહીની ખામી,હાડકાની મજબુતી અને એમ કહીએ તો સંપૂર્ણ આરોગ્યને વધારે છે.
તેનો સ્વાદ લીંબુ જેવો ખાટ્ટો હોય છે અને તે થોડી વારમાં કુરકુરી થાય છે. તમે તેને નિયમિત સલાડમાં ખાઈ શકો છો. તેનું સેવન કરવાથી આપણી શક્તિના સ્તરને વધારી દેશે. શક્તિ તો વધારે છે, તે બાળકોના મગજના વિકાસ માટે ખુબ મહત્વપૂર્ણ છે, તે બાળકો માટે Atisim અને ADHD જેવા disorder ને થવાથી રોકે છે.

આયુર્વેદમાં તેનો ઉપયોગ માથાના રોગ, આંખોના રોગ, કાનના રોગ, મોઢાના રોગ, ચામડીના રોગ, થુકમાં લોહી આવવું,પેટના રોગ, મૂત્રના રોગ,બીમારી અને ઝેર ઉતારવા માટે કરવામાં આવે છે.
તેનો સલાડ,શાકભાજી કે તે આખા છોડની રાબ બનાવીને પી શકાય છે.

આ વાત થઇ લાખાલૂણીની ! આ ઘાસના પાંદડાં અમથા અમથા પણ બધાં પીજો.શ્રેષ્ઠ જ છે ! આયુર્વેદ છે એલોપથી નથી !

Compilation: Kaushal Barad

Comments
Loading...