આપણી ભારત માતા ની રક્ષા કરવા માટે આજના સમયમાં દરેક જવાન અને સામાન્ય માણસ પોતાની જાન દેવા માટે તૈયાર રહે છે. પરંતુ આજે અમે દેશના એવા એક પુત્રની વાત કરવા જઈ રહ્યા છીએ જેને શહીદ થયા પછી પણ દેશની રક્ષા કરવાનું ચાલુ રાખ્યું છે. તમને કદાચ આ વાંચીને ખોટું અને પાયાહીન લાગશે પરંતુ આ વાત એકદમ સાચી છે.

Source

1968 ની વાત છે, જ્યારે એક ઘટનામાં હરભજન સિંઘ નામના જવાન શહીદ થઈ ગયા. પરંતુ શહીદ થયા પછી ઘણા દિવસો સુધી તેમનો પાર્થિવ દેહ ક્યાંય મળી રહ્યો ન હતો. ત્યાના સ્થાનિકો ની માનીએ, તો થોડા દિવસો પછી તેના એક સિપાહી દોસ્તના સપનામાં હરભજન સિંહ આવ્યા અને તેણે પોતાને જ પોતાના પાર્થિવ દેહનું સ્થાન બતાવ્યું.

Source

જ્યારે સપનામાં હરભજન સિંહે આવીને તેના પાર્થીવ દેહ વિશે એડ્રેસ બતાવ્યુ, ત્યાં સવાર પડ્યા પછી બધા સિપાહીઓ ગયા હતા અને ત્યાં સાચે જ તેમનો પાર્થિવ દેહ મોજૂદ હતો. આ બધું જોયા પછી ત્યાં રહેલા જવાનો ચોંકી ગયા ને આખરે આવું કેવી રીતે થઇ શકે પરંતુ સત્ય તેમની સામે જ હતું.

Source

હરભજન સિંહ ના પાર્થિવ દેહ મળ્યા પછી તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. અને જ્યાં તેમનું શરીર મળી આવ્યું હતું ત્યાં એક મોટું બંકર નું નિર્માણ કર્યું. એટલું જ નહીં પરંતુ નિર્માણ થયા બાદ ત્યાં દરરોજ શહીદ હરભજન સિંહની પૂજા કરવા લાગ્યા.

Source

અને તે જગ્યાને મંદિર નું રૂપ આપી દીધું. આ જગ્યાને લોકો બાબા હરભજન સિંહના મંદિરના નામે જાણે છે. અહીંયા સેનાના જવાનો તો આવે જ છે પરંતુ દૂરદૂરથી સહેલાણીઓ અને શ્રદ્ધાળુઓ પણ બાબા હરભજન ના દર્શન કરવા માટે પહોંચે છે અને પોતાની સલામતી માટે દુઆ કરે છે.

Source

આશ્ચર્યજનક વાત એ છે કે 1968 માં જ્યારે હરભજન સિંહ પંજાબ રેજિમેન્ટમાં જવાન તરીકે કાર્યરત હતા. ત્યારે ડ્યુટી કરતી વખતે એક ઘટનામાં તેઓ શહીદ થયા હતાં. પરંતુ શહીદ હરભજન સિંહની આત્મા આજે પણ બોર્ડર ઉપર દેશની રક્ષા કરે છે. અને સાથે સાથે આજે પણ સેના તરફથી હરભજનસિંઘને પગાર તેમજ સમય-સમય પર પ્રમોશન મળતું રહે છે.

ધન્ય છે આવા દેશ ના રક્ષકને!!!

Comments
Loading...