અમારો બાજુ નો ફ્લેટ NRI એ વર્ષો થી લીધેલ છે. છ મહિનાથી ઘર ખોલી કાકા કાકી રહેતા હતા.

તેમના બાળકો USA સેટ થઈ ગયા હોવાથી હવે ની બાકી રહેલ જીંદગી ઇન્ડિયા મા કાઢવી તેવું નક્કી કરી તેઓ અહીં રહેવા આવેલ.

મેં પણ તેઓ એકલા હોવાથી કીધું હતુ તમને કોઈ કામ કાજ હોય તો કહેજો ચિંતા કરતા નહીં. કાકા કાકી આનંદી સ્વભાવ ના હતા. કોઈ કોઈ વખત રાત્રે બેસવા આવે અને પૂર્વ અને પશ્ચિમ ની સંસ્ક્રુતિ વિશે વાતો કરે…

છ મહિના પુરા થયા હશે… એક દિવસ કાકા કાકી અમારે ત્યાં રાત્રે બેસવા આવ્યા.

છ મહિના પહેલા ની વાતો અને આજ ની તેમની વાતો મા તફાવત દેખાતો હતો.

બેટા… હવે.. અમે ગમે ત્યારે પાછા USA દીકરા પાસે જવા ની તૈયારી કરીએ છીએ.

મેં કિધુ કેમ કાકા અમારી સાથે ના ફાવ્યું? તમે તો કહેતા હતા હવે અમેરિકા ફરીથી નથી જવું… અહીં ના લોકો માયાળુ છે. સગા સંબંધી બધા અહીંયા છે. દીકરી પણ ગામ માં છે. મારા જેવો પાડોશી છે. તો કઈ વાતે તમને તકલીફ પડી?

બેટા, આ વીતેલા છ મહિના મા મને બધો અનુભવ થઇ ગયો મને એમ હતું અહીં આવી એક બીજા ને મળશું, સુખ દુઃખ ની વાતો કરશું, કોઈ ને મળવા જઈએ તો પહેલી વખત સારો આવકાર મળ્યો. બીજી વખત જાઈએ એટલે ઠંડો આવકાર TV ચાલુ રાખી વચ્ચે વચ્ચે થી થોડી વાત કરી લે. આપણે મન મા બેઈજ્જતી થાય કે આપણે અહીં ક્યાં આવ્યા?

ગામમાં દીકરી છે તો અવાર નવાર આવશે મળશે તેવા ખ્યાલો મા હતા. પણ દિકરી મોબાઇલ કરી ખબર અંતર પૂછી લે છે, ફોન ઉપર બધા લાગણી બતાવે ડાહી ડાહી વાતો કરે બેટા રૂબરૂ જઈએ ત્યારે વર્તન બદલાઇ ગયું હોય છે. બધા પોત પોતાની જીંદગી મા મશગુલ છે બેટા, નકામા લાગણીશીલ થઈ ને દુઃખી થવા અહીં આવ્યા એવું લાગી રહ્યુ છે. તેના કરતાં જેવા છે તેવા દેખાતા… ધોળીયા સારા… બાહ્ય આડંબર તો જરા પણ નથી!

અરે શુ વાત કરું બેટા… થોડા દિવસ પેહલા… હું ગ્રીન સિગ્નલ થયા પછી… જિબ્રા રોડ ક્રોસ કરતો હતો… તો પણ એક ગાડી સડસડાટ આવી મને ઉડાવતા રહી ગઇ પાછો બારી માથી યુવાન લાગતો છોકરો બોલ્યો “એ એ ડોહા જોતો નથી મરવા નીકળ્યો છે??!?!?!?”

હું તો બે મિનિટ સ્તબ્ધ થઈ ગયો. આ મારી કલ્પના નો ભારત દેશ.! જ્યાં યુવા પેઢી ને બોલવા ની પણ ભાન નથી. નાના મોટા નું જ્ઞાન નથી. ટ્રાફિક સેન્સ નું નામ જ નહીં. હું શું કલ્પના કરી અહીં આવ્યો હતો.!

ત્યાં ઘરડા કે બાળક ને જોઈ ગમે તે સ્પીડ થી વાહન આવતું હોય બ્રેક મારી તમને માન સાથે પહેલા જવા દે ને અહીં મારા વાંક ગુના વગર ગાળો સાંભળવાની! વિચારતો વિચારતો તો જતો હતો… ત્યાં પથ્થર જોડે મારો પગ ભટકાયો… મારા ચશ્માં પડી ગયા… હું ગોતતો હતો…

ત્યાં એક મીઠો આવાજ આવ્યો… “અંકલ મેં આઈ હેલ્પ યુ ?” બેટા સોગંદ થી કહુ છું મને બે મિનિટ તો રણ મા કોઈ ગુલાબ ખીલ્યું હોય તેવો ભાષ થયો. અહીં છ મહિના થી આવ્યો છું બેટા, May I help you? જેવો શબ્દ મેં નથી સાંભળ્યો… મેં આવો મધુર ટહુકો કરનાર સામે જોયું… એક 10 થી 12 વર્ષ નું બાળક હતું… અંકલ આ તમારા ચશ્મા… મેં માથે હાથ ફેરવી thank you કીધું… બેટા ક્યાં રહે છે? અહીં હું મારા દાદા ને ત્યાં ક્રિસમશ વેકેશન મા આવ્યો છું.

એટલે ઇન્ડિયા મા નથી રહેતો ? ના અંકલ અમે વાતો કરતા હતા ત્યાં તેના પાપા મમ્મી આવ્યા હાથ જોડી બોલ્યા નમસ્તે અંકલ એકબીજા એ વાતો કરી છેલ્લે ઘર સુધી પણ મૂકી ગયા. બેટા હું વિચારતો હતો. નાહક ના પશ્ચિમ ની સંસ્ક્રુતિ ને આપણે વખોડયે છીએ. ખરેખર સંસ્કાર, ડિસિપ્લિન, ભાષા તો તે ધોળીયાઓ ની સારી છે.

આપણે આંધળું અનુકરણ કરવા નીકળ્યા છીએ… ખરેખર જે શીખવાનું છે તે શીખતાં નથી… ધોબી ના કૂતરા જેવી દશા થઈ છે. ટૂંકી ચડ્ડી કે ટી-શર્ટ પહેરે આધુનિક નથી થવાતું. આજના યુવાનો ને કેમ સમજાવું કે વાણી ,વર્તન, એ તો દેશની પ્રગતિ નો પાયો છે.

બેટા હજુ એ શબ્દો મને યાદ આવે છે તો હસવું પણ આવે છે. અને દુઃખ પણ થાય છે. “એ એ ડોહા મરવા નિકળ્યો છે જોતો નથી!!?!??!?!?”

તમારો શું અભીપ્રાય છે આ વાત વીશે તે કમેન્ટ માં જરુર થી કહેજો!

Source: WhatsApp Message

લેખકઃ પાર્થીવ નાણાવટી

Comments
Loading...