તમે કદાચ આ ફોટો જોયો હશે, અથવા પહેલી વખત જોતા હશો પરંતુ રામાયણના ગ્રંથ વાંચતા હનુમાનજી મહારાજનો આ ફોટો અસલી છે. આ ફોટો હિમાલયની એક ગુફામાં થી લેવાયો છે.

અમે આ ફોટો જોયા પછી ઓનલાઇન અને ઓફલાઇન રિસર્ચ કર્યું. તેમાં અમને જાણવા મળ્યું કે અમુક લોકો તીર્થયાત્રામાં માનસરોવર ગયા હતા. એમાં એક માણસ હનુમાનજી મહારાજ નો પરમ ભક્ત હતો. અને રથયાત્રામાં ફરતા ફરતા આ માણસે જોયું કે એક ગુફામાંથી પ્રકાશ આવતો હતો. માટે તેને આ ગુફા નો ફોટો પાડયો. પરંતુ ફોટા પાડવાની સાથે જ તે મૃત્યુ પામ્યો. સાથે રહેલાં બધાં યાત્રીઓએ આ વાતની પુષ્ટી પણ કરી હતી.

અને આધ્યાત્મિક દ્રષ્ટિએ જોવા જઇએ તો જ્યારે રામ ભગવાને સ્વર્ગમાં ગયા. ત્યારે હનુમાનજીએ સ્વર્ગમાં આવવાની ના પાડી ને એક ભગવાનને આગ્રહ કર્યો કે જ્યાં સુધી પૃથ્વી ઉપર રામ નામનો જપ થાય છે ત્યાં સુધી મારે અહીં રહેવું છે આથી તેઓ અમર થઈ ગયા.

ઇન્ટરનેટ પર રીસર્ચ કર્યા બાદ એ પણ જાણવા મળ્યું કે 1998 માં આ ફોટો લેવામાં આવ્યો છે. અને જે યાત્રી મૃત્યુ પામ્યો તેની લગભગ બધા યાત્રીઓએ પુષ્ટિ કરી હતી. અને તેના કેમેરામાં રહેલા રોલને ડેવલોપ કરાવીને આ ફોટો મળ્યો હતો.

Source

કહેવાય છે કે હોય શ્રદ્ધાનો વિષય તો પુરાવાની શી જરૂર પણ તમારામાંના કોઈ ઉત્સુક અને વધુ જાણવા માંગતા મિત્રો ને અમે જણાવી દઈએ કે તમને આ ફોટા વિશે ઇન્ટરનેટ પર ઘણી જગ્યાએ ઘણું જાણવા મળશે.

Comments