સારા નરવા સમયે જો કદાચ ઘરના પણ કદાચ આપણી વીરુધ્ધ થઈ જાય ને ત્યારે જો મિત્ર સાચો હશે તો એ આપણી પડખે ઉભો રહેશે! આ સમયે મને બાદશાહો નો એક ડાઈલોગ યાદ આવી ગયો, કે તમારી સાથે હંમેશા બે પ્રકારના લોકો હોવા જ જોઈએ, એક ક્રુષ્ણ જેવા જે તમારા માટે ન લડે તો પણ તમારી જીત પાકી કરી નાખે અને બીજા કર્ણ જેવા જે તમારી માટે ત્યારે પણ લડે જ્યારે તમારી હાર સામે જોઈ શકાતી હોય. કેવાનો તાત્પર્ય એટલો છે કે સાચો મિત્ર દરેક અવસ્થામાં તમારી સાથે હોય છે. ચાલો તમને એક વાત કરુ, મેં આ વાત માયાભાઈ આહીર ના કાર્યક્રમમાં સાંભળેલી છે.

એક ગરીબ માણસ, એને એકની એક દીકરી છે. સમય જતા એક ઘટના ઘટે છે કે દીકરીનો જ્યાં સંબંધ નક્કી કરાયેલો તે વેવાઈ પક્ષના લોકો દીકરીના લગ્ન સમજવા માટે આવે છે. દિકરીના બાપે એને બેસાડ્યા, ચા-પાણી નાસ્તો કરાવે છે. બપોરે જમાડે છે અને પછી પાઘડી ઉતારી અને એટલું કહે છે કે એક વર્ષ ખમી જાવ મારે મારી દીકરીનો થોડોક દાયજો કરવો છે.

સામા પક્ષ વાળા પુછે છે તમે કહેતા હોવ તો અમે તમને ટેકો આપીએ.

ત્યારે દિકરીનો બાપ એટલું કહે છે કે, “જો હું દીકરીનો રૂપિયો લઉ તો તમે ગાયનું લોહી પીધું પ્રમાણે કહેવાય. મારે દીકરીનો પૈસો ન લેવાય.”

આ દુનિયામાં ઘણા એવા છે જે પૈસા નથી લેતા ટેકા તરીકે લઈ લે છે. એ પણ એ જ થયું ને.

સામા પક્ષવાળા બીજીવાર પૂછે છે. પણ આ માણસ એની વાતમાં અટલ રહે છે અને કહે છે, “મારી દીકરીનો પૈસો નહીં લઉ, હું મારી દીકરીનો પૈસો લઈશ તો નરકમાં પણ મને લોકો ધિક્કારશે”

ત્યારે સામે વાળા પક્ષે કીધું કે, “તમે ત્રણ ત્રણ વરસથી લગ્ન ઠેલવો છો પણ જો આ વર્ષે લગ્ન ઠેલવ્યા છે તો હું સંબંધ તોડી નાખીશ!”

ત્યારે દીકરીનો બાપ રડતા રડતા આજીજી કરે છે કે સંબંધ નો તોડતા, અને પછી પંડીત ને બોલાવી દીકરીના લગ્ન લખાવી નાંખે છે.

લગનીયા ઓ લગ્ન લઇને રવાના થઇ ગયા, દિકરીના બાપ ને નીંદર નથી આવતી, વીચાર કરે છે ઘરમાં ફૂટી કોડી નથી અને એવામાં કાલે પ્રસંગ આવશે તો મારી દીકરી નો પ્રસંગ કેમ સાચવીશ.

પોતાના ઝુંપડીની અંદરનો દીવો ઘડીક આમ તો ઘડીક આમ પવનથી હલી રહ્યો હતો. ત્યારે આ માણસને એમ થયું કે આ દીવો પણ મારી ગરીબાઈની મશ્કરી કરે છે.

ત્યારે અચાનક એને યાદ આવ્યુ કે હું મિત્ર પાસે જાઉં પણ એને વીચાર આવ્યો લે જો મેં કોઈ દિવસ એની પાસે માગ્યું નથી અને કદાચ આજે માંગીશ તો રૂપિયાની વાતમાં અમારી મિત્રતા તો નઈ ટૂટે ને. પણ અંતે મન મક્કમ કરીને તેના મિત્રના ઘરે જાય છે.

મિત્ર તેને બેસાડે છે, પરંતુ એક માંગનાર માણસ તરીકે ગયો હોવાથી આ માણસ ઉચુ પણ જોઇ શકતો નથી. આંખમાં અશ્રુ વહી જાય છે, મોઢામાંથી કંઈ બોલી શકતો નથી. મિત્ર સમજી ગયો કે આ કોઈ દિવસ રાત્રે નો આવે અને આજે આવ્યો છે.

પરંતુ કંઈ બોલતો કેમ નથી તેથી તે તેના મિત્રને કહે છે, “બોલ તકલીફ શું છે? જે તકલીફ હોય એ ન કે તો આપણી મિત્રતા ના સોગંદ છે.”

ત્યારે દિકરીનો બાપ બોલે છે કે, “આજે મહેમાન આવ્યા હતા.”

ત્યારે મિત્ર કહે છે એ તો સારું કહેવાય પછી શું થયું?

ત્યારે મિત્ર કહે છે દીકરીના લગ્ન લખી આપ્યા.

ત્યારે મિત્ર કહે છે અરે વાહ ખુબ જ સરસ, હવે મને એમ કહે કે કામ શું છે?

ત્યારે પેલો દીકરીનો લાચાર બાપ કહે છે, “આ ભાઈબંધ ઉપર તને ભરોસો હોય તો મને ખાલી એક ૫૦ હજાર રૂ આપ, હું ગમે એમ કરી અને દૂધે ધોઈને તારા પૈસા તને પાછા આપી દઈશ.”

અને ત્યારે મિત્ર કહે છે કે તું મને પચાસ હજાર રૂપિયામાં આવું આવું કહે છે અને પત્નીને ૫૦,૦૦૦ રૂપિયા લઇ આવાનું કહે છે. પૈસા આપીને તે દિકરીના બાપ ને કહે છે, “તારી અનુકૂળતા હોય તો પાછા આપજે, નહીતર હું એમ સમજી લઇશ કે મેં મારી દીકરીનો દાયજો કર્યો’તો! અને જો હું કોઈને પણ કહીશ કે મેં તને રૂપિયા આપ્યા છે તો મને બ્રહ્મ હત્યાનું પાપ લાગશે, તેથી હું કોઈને આ વાત નહીં કરુ. અને હજી જો રૂપિયાની જરૂર હોય અને જો લેવા ન આવ તો પણ તેને આપણી મિત્રતા ના સમ છે.”

ત્યાર પછી તે તેના મિત્રને વળાવવા ઘરના દરવાજા સુધી જાય છે. અને વળાવીને પોતાના ઘરમાં પ્રવેશીને રડવા માંડે છે. ત્યારે એની પત્ની સમજાવે છે, શું કામ રડો છો? તમે પૈસા તો આપી દીધા! ચિંતા એ જ છે ને કે પાછા નહીં આવે?

ત્યારે મિત્ર કહે છે, “એ તો કોઈ જાતની ચિંતા નથી.”

ત્યારે પત્ની પૂછે છે તો રડવાનું કારણ શું છે?

ત્યારે એનો પતિ જવાબ આપે છે કે, “અમે બંને મિત્રો ભેગા રહેતા હોવા છતાં હું આ મારા મિત્રની પરિસ્થિતિ ન ઓળખી શક્યો! મારે સામે ચાલીને દેવા જોઇતા હતા એની બદલે મારા ઘરે આવીને એને નાનું થાવુ પડ્યું! એના આંસુ મને આવે છે”

આનું નામ સાચો મિત્ર કહેવાય.

Comments
Loading...