સાચો પ્યાર કેટલો ખૂબસૂરત હોય છે એનો અંદાજો માત્ર આ કહાની વાંચીને તમને લાગી જશે. આ કહાની દુઃખદ તો છે પરંતુ સાથે સાથે ખુબજ હદયસ્પર્શી પણ છે. અમેરિકામાં એક હોસ્પિટલમાં 1 યુગલે લગ્ન કર્યાં, અને લગ્નના 18 કલાક પછી જ પ્રેમિકાએ લીધો પોતાનો છેલ્લો શ્વાસ.

યુ.એસ.એ.ના આ કપલનું નામ છે ડેવિડ અને હેધર. યુવતી હેધરને સ્તન કેન્સર હતું. અમેરિકાની એક અસ્પતાલમાં હેધર લગ્નના સફેદ ગાઉનમાં નજરે આવી. એના શરીરમાં નળીઓ લાગેલી હતી. પરંતુ તે અસ્પતાલ ના પલંગ પર ખૂબ જ ખુશ લાગી રહી હતી. કોઈપણ નવી દુલ્હન જેવો ઉત્સાહ તેવો જ ઉત્સાહ હેધર ના ચહેરા પર લાગી રહ્યો હતો.

એની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીર જોઈને કોઈપણ નું દિલ ભરી આવે. ૩૧ વર્ષની હેધર પોતાના પ્રેમી ડેવિડને 2015 માં એક ડાન્સિંગ ક્લાસમાં મળી હતી.

બંને એકબીજાથી પ્રેમ થયા બાદ ડેવિડ તેને 23 ડિસેમ્બર 2016 એ પ્રપોઝ કરવાના હતા. અને એ જ દિવસે હેધર ના કેન્સર વિષે ખબર પડી. ખબર પડયા બાદ પણ તેને પોતાનો નિર્ણય ન બદલ્યો અને ઘોડાગાડી પર સવાર થઈને પ્રપોઝ કર્યું.

એક અંગ્રેજી અખબારને આપેલા ઈન્ટરવ્યૂ માં ડેવિડે કહ્યું કે, તે હેધર ને બતાવવા માગતો હતો કે, આ સફરમાં તેણી એકલી નથી. હેધર ની અંતિમ ઈચ્છા એના પ્રેમી સાથે લગ્ન કરવાની હતી.

કેન્સર ઠીક કરવા માટે હેધરે ઘણી વખત કિમોથેરાપી કરાવી. ઘણી સર્જરીઓ પણ કરી, પરંતુ તેની હાલત બગડતી ગઈ અને તે વેન્ટીલેટર પર પહોંચી ગઈ.

એ બંને ૩૦ ડિસેમ્બરે લગ્ન કરવાના હતા, પરંતુ ડોક્ટરે કહ્યું કે તેમની પાસે સમય ખૂબ ઓછો છે.

આથી એ બંનેએ તેમના દોસ્તો અને સગા-સંબંધીઓ સામે લગ્ન કરી લીધા. હેધર ને વેડિંગ ગાઉન પહેરાવવામાં આવ્યુ અને વીગ પણ લગાવાયી. લગ્નના કસમ જ તેના છેલ્લા શબ્દ બની ગયા અને ૩૦ ડિસેમ્બરે તેની અંતિમવિધિ કરવામાં આવી.

Comments
Loading...