હાઉસવાઈફ નો ત્યાગ એ લગભગ કોઈ સમજી શકે…

કિંજલ સંઘવી લીખીત આ ક્રુતી દરેક સુધી શેર કરજો…

જાન્યુઆરી માં સંક્રાંત આવે
એટલે બધા માટે ચિક્કી બનાવે
ફેબ્રુઆરી માં બાર મહીનાના ચોખા ભરે
માર્ચ, એપ્રિલ અને મે માં

હવે જ ભરે, ઘઉં ભરે અને અથાણા બનાવે
જુન અને જુલાઈમાં ચોમાસુ આવે
એટલે બધા ને મન થાય ત્યારે ગરમ ભજીયા બનાવે
અને ભીનાં કપડાં આઘા-પાછા કરી ને પહેરવા લાયક કરે

ઓગસ્ટમાં ધાર્મિક તહેવાર આવે
એટલે જરૂરી વસ્તુ ભરે, અને ઘર ની સાફસફાઈ કરે
સપ્ટેમ્બર માં નવરાત્રી આવે
એટલે પોતાનો શોખ કરતા છોકરાવના ટાઈમ સાચવે

ઓક્ટોબર માં દિવાળી આવે
એટલે ઘરની સાફ-સફાઈ કરે અને નાસ્તા બનાવે
નવેમ્બર અને ડીસેમ્બર માં શિયાળો આવે
એટલે બધા માટે વસાણા બનાવે

આ ઉપરાંત, સવારથી રાતની નોનસ્ટોપ ડ્યુટી કરે
શાકભાજી લાવવાથી, રસોઈ બનાવવાની
છોકરાવને મોટા કરવાથી, છોકરાવને ભણાવવાની
હસબંડની પસંદથી લઈને, હસબંડના સ્વભાવને સાચવવાનો

વ્યવાહારીક પ્રસંગોમાં હાજરી આપવાની
તોય અંતે શું સાંભળવા મળે
તમે ક્યાં બહાર જઈને કમાવ છો
તમે તો હાઉસવાઈફ છો

લેખક : કિંજલ સંઘવી

Comments
Loading...