એક વક્તા મેનેજમેન્ટ વિશે બોલી રહ્યા હતા.
એ દરમિયાન એક પાણી ભરેલો ગ્લાસ ઊંચકીને સ્ત્રોતાઓને પૂછ્યું આ ગ્લાસ કેટલો વજનદાર હશે?

50 ગ્રામથી લઈને 250 ગ્રામ જેટલું એનુ વજન હશે, એમ વિવિધ જવાબ સ્ત્રોતાઓએ આપ્યા.

વક્તા એ કહ્યુ, “ખરેખર કેટલું વજન છે એ બહુ અગત્યનું નથી! હકીકતમાં તમે એને કેટલી વાર ઉચકી રાખો એના પર બધો આધાર છે. જો હું એને એક મિનિટ સુધી ઊંચું રાખુ તો કોઈ વાંધો ન આવે. એક કલાક સુધી ઊંચકી રાખુ તો મારો હાથ સહેજ દુઃખવા લાગે. અને જો આખો દિવસ પકડી રાખુ તો તમારે અહીં એમ્બ્યુલન્સ બોલાવી પડે. એક મિનિટ, એક કલાક, કે એક આખો દિવસ ગ્લાસનું વજન તો એક સરખું જ હતું. પણ વધુ સમય ઊંચકી રાખો એટલે વધુ વજનદાર લાગે.”

પછી એ વક્તાએ ઉમેર્યું, “સ્ટ્રેસ મેનેજમેન્ટ પણ આવી જ એક બાબત છે. જો આપણે બધા વખતમાં ઉપર બોજો લઇને ફરિયાદ કરીએ તો વહેલા મોડા એ બોજ વધુને વધુ વજનદાર બનતા ઉપાડી શકાય નહીં. પાણીના ગ્લાસની જેમ થોડીવાર માટે એ બોજ ને મન પરથી નીચે ઉતારી લેવો જોઈએ. અને એને ફરીથી ઉપાડતા પહેલા આરામ કરવો જોઈએ. તાજા-માજા થઈ ગયા પછી એ બોજને ઉપાડી શકાય. તમારા નોકરી-ધંધાના બોજને ઘરે ન લઈને જાઓ, તમે એને બીજા દિવસે ઉપાડી શકો છો. તમારા મન પર જે પણ બોજ લઇને ફરતા હો એને શક્ય હોય તો દિવસમાં એકવાર થોડા સમય માટે નીચે ઉતારી દો. વિરામ લો, સ્વસ્થ થયા પછી એને ફરી હાથ ધરો. જીવન તમારું છે. એનો આનંદ માણો.”

ત્યારબાદ એમણે જીવનના બોજને હાથ ધરવા માટે કેટલીક ચાવી બતાવીઃ

એવું સ્વીકારીને ચાલે કે કરો દિવસ પાસા પોબારા પડે તો કોઈ દિવસ અવળા.

પછેડી હોય એટલી જ સોડ તાણો.

જો તમે સારો ડાન્સ કરી ન શકતા હો તો એની કોઇને પડી હોતી નથી, ઊભા થઈ જાઓ અને ડાન્સ કરવા લાગો.

તમારું કામ તમને આવડે એ રીતે કરવા લાગો.

બીજા શું કહેશે એની ચિંતા ન કરો.

જો બધી બાબતો તમારા માર્ગમાં આડે આવતી હોય તો તમે જ ખોટી લેનમાં જતા હોય એમ બને.

તમે જગતના એકમાત્ર વિશિષ્ટ વ્યક્તિ હોઈ શકો છો, પણ જગત માટે તમે કોઈ એક સામાન્ય વ્યક્તિ માત્ર હોઈ શકો છો.

ગાડી પાટા પરથી ઉતરી ગયો ત્યારે પણ જે આસપાસના દૃશ્યને માણી શકે એ સાચો સુખી માણસ

લેખક: રાજુ અંધારીયા
Source: Excerpt from Just Ek Minute

Comments
Loading...