JIO ગ્રાહકો માટે લગભગ કંઈકને કંઈક નવું આવતું રહે છે, અને તેઓને સ્પેશિયલ બેનિફિટ્સ મળતા રહે છે. પરંતુ જિયો સ્પેશિયલ બેનિફિટની સાથે એક સિક્રેટ કોડ પણ તમારે જાણવો જરૂરી છે, જે તમને ખૂબ જ કામ આવી શકે છે.

રીલાયન્સ JIO આવ્યા પછી ટેલિકોમ ઈન્ડસ્ટ્રીમાં જાણે અફડા-તફડી મચી ગઇ હતી. આજે અમે તમને એ કહેવા સિક્રેટ કોડ વિશે જણાવવાના છીએ જે JIO યૂઝર્સને ખુબ જ કામમાં આવી શકે છે.

JIO યુઝર્સને ઘણી વખત નેટવર્ક નો પ્રોબ્લેમ રહે છે. અને તમે કદાચ એના માટે કમ્પ્લેન પણ કરી હશે. પરંતુ હજુ સુધી એ સમસ્યા કદાચ થતી રહેતી હશે. કોલ ડ્રોપ, મેસેજ ડિલીવર ન થવા જેવી સમસ્યા થી બચાવવા આ સીક્રેટ કોડ તમને મદદગાર સાબિત થશે.

શું છે આ સિક્રેટ કોડ

જણાવી દઇએ કે આ કોડ માત્ર JIO યુઝર્સ માટે છે. જો કોઈ બીજા નેટવર્ક પર આ CODE વાપરશો તો તે એક્ટિવેટ થશે નહીં. કોડ છે *409* , આ કોડ દાખલ કરીને JIO યુઝર્સ પોતાના નંબરને બીજા કોઈ પણ નંબર પર ફોરવર્ડ કરી શકશે. મતલબ કે જો તમારામાં નેટવર્ક હોય કે ન હોય તમારા કોઈપણ ફોન મીસ નહીં થાય. જેના માટે તમારે આ કોડ ની પાછળ એક નાનકડી એવી પ્રક્રિયા કરવાની છે જેની મદદથી આ થઈ શકે છે.

કેવી રીતે કરશો ઉપયોગ

ફોનના ડાયલર માં જઈ *409* ટાઈપ કરો. આના તરત પછી તમે જે નંબર પર ફોન ફોરવર્ડ કરવા માંગો છો તે નંબર દાખલ કરો, પછી ડાયલ કરી દો. આ પ્રક્રિયા પૂરી કર્યા પછી તમારો ફોન જ્યારે નહિ લાગે ત્યારે તમે જે ફોનમાં ફોરવર્ડ કર્યા છે તેમાં ફોન આવવા માંડશે.

એટલે જો તમારે ઉદાહરણ તરીકે તમારો નંબર 0000000000 પર ફોરવર્ડ કરવો છે તો *409*0000000000 લખી અને ડાયલ કરી દો એટલે સર્વીસ એક્ટીવ થઈ જશે.

કઈ રીતે કરશો ડિએક્ટિવેટ

આ સર્વીસ તમે ચાલુ કરાવી અને ગમે ત્યારે બંધ કરી શકો છો, જ્યારે આને વાપરવા ન ઇચ્છતા હોય તો તમારે આ સર્વિસ બંધ કરવી પણ ખુબ આસાન છે. આ સર્વિસને બંધ કરવા માટે તમારે *410 કોડ ડાયલ કરવાનો છે. જેના પછી આ સર્વીસ બંધ થઈ જશે.

Comments
Loading...