છેલ્લા અમુક દિવસોમાં આખા વિશ્વમાં વોનઅક્રાય રેનસમવેરે ઉકડાટ મચાવ્યો હતો,

પરંતુ હવે એક એન્ડ્રોઈડ માલવેર ફેલાયો છે અને લાખો એન્ડ્રોઇડ ફોન વાપરનારા તેનો શિકાર બની ચૂક્યા છે.

 આ માલવેરનું નામ છે જ્યુડી (JUDY) . એન્ડ્રોઇડ વપરાશકારો માટે આ નવી સમસ્યા બન્યો છે. આશરે ૩૬ મિલિયન એેન્ડ્રોઇડ વપરાશકારો આ માલવેરનો શિકાર બન્યા હોય શકે છે.

ગૂગલ પ્લે સ્ટોરના ૪૦ એપ્લિકેશનમાં જ્યુડી માલવેર મળી આવ્યો છે કે જે વર્ષો થી પ્લે સ્ટોર માં લીસ્ટેડ હોય. ચેક પોઇન્ટ સિક્યોરિટી રિસર્ચ ફર્મે જણાવ્યા મુજબ આ માલવેરનો શિકાર ૩૬ મિલિયન એટલે કે ૩.૬૦ કરોડ એન્ડ્રોઇડ વપરાશકારો બની ચૂક્યા છે.
આ માલવેરની ગંભીરતા જોઇને ગૂગલે પોતાના પ્લે સ્ટોરમાં માલવેરવાળા એપ્લિકેશન હટાવી દીધા છે.

ચેક પોઇન્ટના બ્લોગપોસ્ટ અનુસાર જ્યુડી માલવેર એ ઓટો ક્લિકિંગ એડવેર છે જે સાઉથ કોરિયાની એક કંપનીએ તૈયાર કર્યો છે જેનું નામ કિનિવિનિ છે. આ એપ્લિકેશન એન્ડ્રોઇડ અને IOS આ બંને માટે તૈયાર કરવામાં આવ્યો છે. આ માલવેર એડ્વર્ટાઇઝમેન્ટ ઉપર ફોલ્સ ક્લિક કરે છે અને એ ક્લિકમાંથી માલવેર તૈયાર કરનારા લોકો પૈસા કમાવે છે. આ માલવેર એપ્લિકેશન આશરે ૪૦ લાખથી ૧.૮ કરોડ લોકોએ ડાઉનલોડ કર્યા છે.

જ્યુડી માલવેરનું કામ ફોલ્સ ક્લિક કરીને તેમાંથી પૈસા કમાવવાનું છે. જો તમે આ માલવેર રહેલું કોઇ એપ્લિકેશન ડાઉનલોડ કર્યું હોય તો તે તમારા ડિવાઇસ કમાંડ સર્વર ઉપર કબજો કરી લે છે. જેના કારણે ખોટી લિંક અને એડ્વર્ટાઇઝ ઉપર આપોઆપ ક્લિક થવાનું શરૂ થાય છે. પ્રત્યેક ક્લિક બદલ માલવેર ડેવલપરને પૈસા મળે છે અને આ રીતે માલવેર ડેવલપરની કમાણી થાય છે.

આ માલવેર ના અંશો ઘણા સોફ્ટવેર માં હોઈ શકે છે જેમ કે ફેશન એપ, ગેમ્સ કે બુજુ કંઈ પણ…

આનાથી બચવા શું કરશો ?

  • પ્લે સ્ટોર માંથે અને વેરીફાઈડ હોઈ જ એવી જ એપ ડાઉનલોડ કરવી 
  • તમારા ફોન માં રેગ્યુલરલી માલવેર સ્કેન કરાવો
  • થર્ડ પાર્ટી એપ ઇન્સ્ટોલ જ ન કરો
  • જો તમે ડેવલોપર હોય તો જુડી નો ડીટેઈલ એનાલીસીસ અહિંયા જાણો

Comments
Loading...