1. સપના સાચા થયા પહેલા સપના જોવા પડે.

2. ઇન્તજાર કરવાવાળાને માત્ર એટલું જ મળે છે જેટલું કોશિશ કરવા વાળા છોડી દે છે.

3. સપના એ નથી હોતા કે જે તમને નીંદ્રા માં આવે સપના એ હોય છે કે જે તમને નિંદ્રા જ ન આવવા દે.

4. એક સારું પુસ્તક એક હજાર દોસ્ત બરાબર હોય છે, પરંતુ એક સારો દોસ્ત એ આખી લાયબ્રેરી સમાન હોય છે!

5. જીવનમા કઠિનાઈ આપણને બરબાદ કરવા નથી આવતી, પરંતુ આ આપણી છૂપાયેલી શક્તિઓને બહાર નીકળવામાં આપણી મદદ કરે છે. કઠિનાઈઓ દેખાડી દો કે તમે એના કરતા પણ વધુ કઠિન છો.

6. આત્મવિશ્વાસ અને મહેનત એ અસફળતા નામની બીમારી ને મારવાની સૌથી સારી દવા છે, આ તમને સફળ વ્યક્તિ બનાવશે.

7. દેશના શ્રેષ્ઠ મગજ ધરાવતા વ્યક્તિઓ ક્લાસરૂમની છેલ્લી બેંચ માં જોવા મળે છે.

8. તમે તમારું ભવિષ્ય નથી બદલી શકતા પણ તમે તમારી આદત બદલી શકો છો અને એક દિવસ તો મારી આદત જ તમારું ભવિષ્ય બદલી નાખશે.

9. તમારી નોકરી ને પ્રેમ કરો પરંતુ તમારી કંપનીની કદાપિ પ્રેમ ના કરો કારણ કે તમને ખબર નથી હોતી કે તમારી કંપની ત્યારે તમને પ્રેમ કરવાનું બંધ કરી દે.

10. તમારી પહેલી સફળતા મળ્યા બાદ વિશ્રામ ન કરો કારણકે જો તમે બીજી વખતમાં અસફળ રહેશે તો ઘણાં લોકો એમ કહેવા તૈયાર જ બેઠા હશે કે તમને પહેલી વખતે સફળતા માત્ર તુક્કા થી જ મળી હતી.

Comments
Loading...

1 thought on “અબ્દુલ કલામ ના આ ૧૦ સુવાક્યો જીંદગી ભર યાદ રાખજો!

Comments are closed.