ડૉ. અબ્દુલ કલામે નોકરી કરવા વાળા માટે આપેલી સોનેરી સલાહ જેને કાયમ જીવનમાં યાદ રાખજો…
તમે તમારા કામને પ્રેમ કરો નહી કે તમારી ઓફિસ કે કંપનીને. કારણ કે તમને ખબર નથી કે તમારી કંપની તમને કયારે પ્રેમ કરવાનું છોડી દેશે.

સમયસર ઓફિસ છોડી દો.

કામ એ કયારેય સમાપ્ત ન થનાર પ્રક્રિયા છે. તે કયારેય પુરી નથી થતી.

જેવી રીતે અરજદારનુ કામ મહત્વનું છે તેવી જ રીતે તમારો પરીવાર પણ તમારા માટે મહત્વનો છે.

જયારે જીવનમાં તમે નિરાશઓથી ઘેરાયેલાં હશો ત્યારે તમારા અરજદાર કે તમારા અધિકારી તમારી મદદ માટે હાથ નહી લંબાવે , પરંતુ આવા સંજોગોમાં તમારો પરીવાર અને મિત્રો જરુર સાથે હશે. તેમના પ્રત્યેની તમારી ફરજ પણ બને છે એ વાત યાદ રાખજો

જીવન માત્ર કામ, ઓફિસ અને અરજદારો પુરતુ સિમિત નથી. એનાથી અતિરીક્ત પણ છે, તમારે પણ સમાજ, સામાજિકતા, મનોરંજન, આરામ, અભ્યાસ અને વાંચન માટે સમયની જરુરીયાત છે. જીવનને વ્યર્થ ના બનાવશો.

જે વ્યકતિ ઓફિસમાં મોડે સુધી રોકાય છે તે કઠોર પરિશ્રમ કરવાવાળો વ્યકિત નથી. પણ એ એક એવો મુર્ખ છે કે જે નિર્ધારિત સમયમાં કામ પુર્ણ કરવાની રીત નથી જાણતો.

તમે જીવનમાં યંત્ર કે મશીન બનવા માટે કઠોર અભ્યાસ અને સખત મહેનત નથી કરી એ વાત યાદ રાખજો.

તમારો બોસ કે તમારી ઉપરનો અધિકારી તમને મોડે સુધી કામ કરવાનું દબાણ આપે છે તો એનો મતલબ એ છે કે એનુ જીવન પણ અસફળ અને નિરર્થક છે. એટલે આ વાત એને પણ સમજાવો.

Source: WhatsApp Message

Comments
Loading...