એક જૂની પડેલી હવેલી માં પત્રકાર એક માણસ નું ઇન્ટરવ્યૂ લઇ રહ્યો હતો, પત્રકારે તે માણસ ને સવાલ કર્યો

તો મને જણાવશો આખરે તે રાત્રે તમારી સાથે શુ ઘટના ઘટી હતી ?

તે માણસે કહેવાનું ચાલુ કર્યું

તે હાડ ધ્રુજાવતી કડકડતી ઠંડી ના દિવસો હતા, સવાર ના 6 વાગેલા

કોલેજ ની કેન્ટીન ના ટેબલ પર બેઠા બેઠા હું મારા ગ્રુપ ની રાહ જોઈ રહ્યો હતો, હંમેશા ની જેમ મારે જ બધાને ભેગા કરવાના હતા, કારણ કે બધા ગ્રુપ માં કોઈ એક ને ગ્રુપ ના માયબાપ બનવું પડે નકર જે પ્લાન કર્યો હોય તે આગલા ભવે પણ પૂરો ન થાય

હવે દુનિયા નું સૌથી કઠિન કામ , બધાને ભેગા કરવાના , પણ સારી વાત એ હતી કે બધાની દુખતી નસ આપડે જાણતા

સૌથી પહેલો ફોન ગયો ગ્રુપ મા મારા પાકા મિત્ર સંજય ને હંમેશા ની જેમ 2 રિંગ વાગી અને ત્રીજી રીંગએ ફોન ઉપાડ્યો

સામે થી અવાજ આવ્યો અલ્યા કોણ છે અત્યારે ? સુય જાવ ને સુવા દ્યો, કુંભકર્ણ એટલી નીંદર માં હતો કે ફોન પર કોણ છે, તેની પણ તેને ભાન નહોતી

મેં કહ્યું , તારો બાપ બોલું છું ?

સામે થી દાત કાઢવાનો અવાજ આવ્યો અરે વિશલા તું ,સુ સવાર સવાર માં હેરાન કરે છો સુય જા ને છાનોમાનો

અરે સાંભળ મેં કહ્યું

હમમમમમમમમ….. બક જલ્દી

ભૂલી ગયો તું ,સંજય ?

શુ ભૂલી ગયો ?

અરે બધાયે ભેગા થઈ નકી કર્યું હતું કે રોડ ટ્રીપ પર જશું , યાદ આવ્યું કાય કે હજી ઘેન માં જ છો

અરે હા …હા યાદ આવ્યું થોડીક વાર મૌન રહ્યા બાદ તે બોલ્યો , એક કામ કરો ને યાર તમે ચાલ્યા જાઓને બોવ નીંદર આવે છે , આવી ઠંડી માં ગોદડા માં થી બહાર નીકળવાનું મન નથી થતું

મને ખબર જ હતી આવું કાંઈક થશે જ એટલે હથિયાર મેં તૈયાર જ રાખ્યા હતા

હથિયાર નંબર 1 – ઇમોસનલ અત્યાચાર

હું ધીરે થી બોલ્યો અરે યાર હવે કૉલેજ ના છેલ્લા દિવસો રહ્યા છે પછી આપડે આવી રીતે ગ્રુપ માં ક્યારે બહાર જશુ શુ ખબર પછી ટાઈમ મળે કે ના મળે ભેગા પણ થઈએ કે ના થઈએ

પણ યાર તે બોલ્યો અને ફરી રોકાઇ ગયો… તે હજી વિચારી રહ્યો હતો

મેં કીધું એમ આપણને દુખતી નસ દબાવતા આવડે છે

હવે મેં બ્રહ્માસ્ત્ર છોડ્યું

ફોન ને કાન થી દૂર કરી હું જોર થી ચીલાયો

માનસી… સંજય નઈ આવે, ચાલો આપણે નીકળી

એક મીનટ શું બોલ્યો તું ? કોણ છે ત્યાં ? તું કોની સાથે વાત કરી રહ્યો હતો હમણાં ? એક જ સેકન્ડ માં તેની નીંદર ઉડી ગયી

મેં કહ્યું માનસી સાથે કેમ કાઇ કામ છે તારે ?

ચાલ તું મને આટલો ફોર્સ કરી રહ્યો છો તો આવું છું. તું મારો ભાઇ છો, જા તારા માટે નીંદર કુરબાન 2 જ મિનિટ માં પહોંચું છુ.

ઠીક છે ચાલ જલ્દી પહોંચ

મેં જેવો ફોન કાપ્યો કે

ત્યાં જ દરવાજે થઈ કોઈ એન્ટર થયું એ નેહા હતી બોલકણી તેની વાતો ક્યારેય ખૂટતી જ નહીં , ક્યાં સુ ચાલે છે તેની પાસે એકએકે ની માહિતી હોય પ્રેમ થી અમેં તેને રિપોર્ટર કેહતા

પછી આવી માનસી , ભોળી ટ્યુબલાઈટ બધા હસી લે પછી તે મજાક સમજી દાત કાઢતી અને તે જોઇ અમે ફરી દાત કાઢતા

પાછળ થી મને એક જોરદાર ટપલી પડી તે કિશન હતો પોતાના બાપ ના પૈસા ના જોરે એનું અભિમાન કોઈ ને ગમતું નહીં પણ છતાં ગ્રુપ માં બધાઈ હોય કોક ખાસ તો કોક ખાસમ ખાસ આખરે બધા મસાલા હોય તો જ ગ્રુપ જામે ને…

ચાલો હવે જલ્દી બોવ મોડું થઇ ગયું છે, કિશન બરાડયો

અરે ખમો સંજય આવે છે, મેં કહ્યું

કિશન નો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો આવા હરામી ને તું કેમ બોલાવતો હોઈશ હંમેશા મોડું કરે છે.

મેં તેને ધીમેક થી સંભળાવી દીધું આખરે તે મારો પાકો મિત્ર હતો, આટલો ગુસ્સો ના કર બધા પાસે તારા જેવી ગાડી નથી હોતી

કિશન કઈ ના બોલ્યો

ત્યા જ સંજય આવ્યો, આવીને બધા ની સામે કાન પકડી લીધા અને બોલ્યો

મોડા આવવા બદલ આ ના ચીજ ને માફ કરવા વિનંતી આગલી વખતે હું જ બધાને ઉઠાડીસ

સંજય , તું ઉઠ્યો એટલે ઘણું છે ચાલો હવે

આખરે અમે નીકળી પડ્યા જો કે આ રોડ ટ્રીપ હતી એટલે ક્યાં જવું ક્યાં રહેવું કંઈ નકી ના હતું બસ એટલી ખબર હતી 3-4 દિવસ સુધી ઘરે નથી જવાનું

દિવસ આંખો અમે ઘણી જગ્યા ઓ જોઈ

હવે રાત થવા આવી હતી ઠંડી એ પોતાનું સામ્રાજ્ય જમાવી દીધું હતું ગાડી માં દિવસ ના થાક ના કારણે અમે સુઈ રહ્યા હતા ત્યાં એક ઝટકા સાથે મારી આંખ ઉઘડી, ગાડી અચાનક ઝટકા સાથે બંધ પડી ત્યારેજ અમને ભાન થયું કે અમારી ગાડી જંગલ ની વચ્ચે કાચી કેડી પર ઉભી હતી

અમે બહાર નીકળ્યા , ચારેકોર નજર કરતા બસ રાત ના અંધારા માં વૃક્ષો દેખાઈ રહ્યા હતા રાત માં શિકાર ની શોધ માં નીકળેલા જાનવરો નો અવાજો એ અમારા રુવાડા ઉભા કરી દીધા

કિશને બહાર નીકળી ગાડી નું બોનટ ખોલી કશુંક જોયું તેના ચહેરા પર ચિંતા સાફ દેખાતી હતી

ત્યાંજ નેહા એ આંગળી નો ઈશારો કરતા કહ્યું ગાયઝ તમને ત્યાં કોઈ રોશની દેખાય છે.

સંજય એ કહ્યું, હા પણ આવા દૂર જંગલ માં અત્યારે અહીંયા કોઈ શુ કરતું હશે ? તેણે કશું અજુગતું તરફ ઈશારો કર્યો

કિશન બોલ્યો તમે અહીંયા રહો હું ત્યાં જાવ છુ.

મેં કહ્યું , હું પણ આવીશ તારી સાથે

સંજય તડ અને ફડ બોલી દેવા વાળો માણસ

ના મેં કહ્યું ને હું હમણાં આવું તમે રહો અહીં

અમે ફરી ગાડી માં બેઠા સંજય થોડી જ વાર મા રાત ના અંધારા માં ઓજલ થઇ ગયો

ઘણી વાર લાગી ગયી સંજય ને માનસી બોલી

હમણાં જ આવસે મેં કહ્યું

ત્યાંજ સંજય દોડતો દોડતો અમારી તરફ આવી રહ્યો હતો અમારી તરફ આવતા જોઇ અમે ગાડી બહાર નીકળ્યા સંજયે પહોંચતા જ કહ્યું

દોસ્તો આપણને આજ ની રાત કાઢવા માટે જગ્યા મળી ગયી છે ?

સંજય બોલ્યો મજાક કરતા બોલ્યો ,ક્યાં ગુફા માં

ચૂપ કર તું સમજ્યો , કિશન તેના પર ગુસ્સે થઇ ગયો

સંજય આ મસ્તી કરવાનો ટાઈમ છે નેહા બોલી

મેં મામલો સંભાળતા કહ્યું એ છોડ ત્યાં પેલી રોશની હતી ત્યાં કોણ હતું

અરે કોઈ સાધુ બાવો હતું તેણે ઠંડી થી બચવા તાપણું કરી રહ્યો હતો, તે વાત છોડો અને ચાલો મારી સાથે

અમે સંજય ની પાછળ પાછળ ચાલવા માંડ્યા આખરે અમે સંજયે શોધેલી જગ્યા પર પહોંચ્યા

તે જંગલ વચ્ચે એક હવેલી હતી જાણે 100 વર્ષ જૂની,જે હવે ખંડર થઈ ગઈ હતી તેનો રંગ આટલા વર્ષો માં ઉડી ગયો હતો તે જગ્યા નર્ક જેવી લાગતી હતી દીવાલ પર વૃક્ષો ઊગી નીકળ્યા હતા છતાં અમે તે કલ્પના કરી રહ્યા હતા કે હવેલી તે જમાના માં કેવી ભવ્ય લાગતી હશે

માનસી બોલી યાર આ જગ્યા ઠીક નથી લાગતી ચાલો અહીંયા થી

કિશન બબડયો તું તો છો જ બીકણ અરે અંદર ચાલો મજા આવશે

સંજએ કહ્યું દોસ્તો માનસી ની વાત સાચી છે.આ હવેલી ને તો જોઈને જ ડર લાગે છે.

હા તું તો એનો જ સાથ આપીશ ને જેને આવું હોય તે આવો બાકીના સડો અહીંયા કિશન તેટલું બોલી અંદર જવા ચાલતો થયો

આખરે અમે બધા તેની સાથે અંદર જવા ચાલતા થયા

to be continued… (વધુ ભાગ બીજા મા…)

Source: Vijay Sharma’s Email

Story Author: Vijay Sharma

Comments
Loading...