એક પરણેલી સ્ત્રીને લગ્ન પછી ઘણાં વર્ષો બાદ અચાનક મનમાં વિચાર આવ્યો કે જો હું મારાપતિને છોડીને જતી રહું તો મારા પતિના ઉપર શું ગુજરે… જોઉં તો ખરી..

આવો વિચાર આવતાં જ તેણે એક કોરો કાગળ લીધો અને તેની ઉપર લખ્યું.
હવે હું તમારી સાથે એક મિનિટ પણ રહી શકતી નથી, બહુ જ કંટાળી ગઈ છું, માટે હું હવે ઘર છોડીને જાઉં છુ અને તે પણ હંમેશને માટે.”

તે લખેલો પત્ર તેણે ટેબલ ઉપર રાખ્યો અને પતિના ઘરે આવવાના સમયે તેની પ્રતિક્રિયા શું થાય, તે જોવા પલંગ નીચે છુપાઈ ગઈ. પતિ આવ્યો. તેણે ટેબલ ઉપર મુકેલો પત્ર વાંચ્યો. થોડી વાર ચુપ રહ્યા બાદ તે જ પત્રની નીચે તેણે કંઈક લખ્યું.

પછી તે ખુશીથી સીટી વગાડવા લાગ્યો, ગીતો ગાવા લાગ્યો, ડાન્સ કરવા લાગ્યો અને કપડાં બદલવા લાગ્યો .
અચાનક એણે પોતાના ફોનથી કોઈને ફોન લગાવ્યો અને કહ્યું આજ હું એકદમ મુકત થઇ ગયો છું, કદાચ મારી મુર્ખ પત્ની ને સમજાઈ ગયું કે તે પોતે મારા લાયક ન હતી, એટલીવાર માં તેણે પોતાના ફોનથી બીજા કોઈને ફોન લગાવ્યો અને કીધું

‘મારી સુતરફેણી ડાર્લિંગ, આજથી મારી બૈરી હંમેશને માટે ઘર છોડીને ચાલી ગઈ છે.

આજથી હું આઝાદ થઇ ગયો છું, અને બસ કપડા બદલીને હમણાં જ તને મળવા આવી રહ્યો છું,
તું તૈયાર થઈને મારા ઘરની સામેવાળા પાર્કમાં હમણાં જ આવી જા,

તરત જ કપડા બદલીને પતિ ઘરની બહાર નીકળી ગયો.
આંસુ ભરી આંખોથી પત્ની બેડની નીચેથી નીકળી,
થર-થર કાંપતા હાથેથી પત્ર ઉપાડી પત્રની નીચે લખેલી લાઈન વાંચી, જેમાં લખ્યું હતું…

“અરે ગાંડી…, પલંગ નીચેથી તારા પગ દેખાય છે. સામેથી નાસ્તો બંધાવીને આવું છું, ત્યાં સુધીમાં તું ચા મૂક….!!!”

આને કહેવાય લગ્નજીવન !!

Comments
Loading...