• સવારે જોગિંગ કરવાથી અને વોકિંગ કરવા થી શરીર એકદમ ઉર્જાવાન અને ફીટ રહે છે એમાં પણ ડોડવાને સૌથી સારા વ્યાયામ એક માનવામાં આવે છે. કારણકે દોડવાથી લગભગ શરીરના બધા અંગોને કસરત મળી રહે છે. સવારે એક કલાક જોગિંગ કરવાથી તમે ઘણા રોગોથી દૂર રહો છો.
  • સવારે જોગિંગ કરવાથી મેદસ્વિતા, કબજિયાત, ડાયાબીટીસ, બ્લડપ્રેશર, આંખો ની સમસ્યાઓ, માનસિક તનાવ અને હ્રદય સંબંધિત રોગ થી છુટકારો મળે છે. પરંતુ તમે જ્યારે સવારે દોડવા જાવો છો ત્યારે થોડી ફાયદાકારક ચીજો ખાઈ લો તો દોડવાનો ફાયદો ડબલ થઈ જાય છે.

સવારે દોડતા પહેલા ચણા ખાવાનો લાભઃ

  • સવારે ઉઠીને જોગિંગ કર્યા પહેલા 50 ગ્રામ ફણગાવેલા ચણા ખાવા જોઈએ અને ફણગાવેલા ચણા ન હોય તો 50 ગ્રામ સૂકા ચણાને રાત્રે સુતા પહેલા પાણીમાં પલાળી દો અને પછી સવારે લઈ લો. જો સવારે શોપિંગ કર્યા પહેલા આવેલા અથવા ભીના ચણા ખાઈએ તો એ આપણી શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. આનાથી શરીરને ઊર્જા મળે છે અને દોડવા દરમિયાન ઓછો થાક લાગે છે અને જો ભીના ચણા ગોળ સાથે ખાવામાં આવે તો તેમાં ફાયદો ડબલ થઈ જાય છે.

સવારે દોડતા પહેલા લીંબુ પાણી પીવાનો લાભઃ

  • જોગિંગ કરતી વખતે શરીરમાં ખૂબ પરસેવો વળે છે. અને તમારું ગળું બહુ જલદી સુકાવા લાગે છે. આવી સ્થિતિમાં આપણે થોડી થોડી વારે પાણી પીવું પડે છે પરંતુ જો ધોડિયા પહેલાં એક ગ્લાસ લીંબુ પાણી પી જઈએ તો ડી-હાઈડ્રેશન એટલે કે શરીરમાં પાણી ઓછું થવાની સંભાવના રહેતી નથી આ સિવાય તમારું પાચનતંત્ર પણ મજબૂત બને છે. અને આ વસ્તુ પાઇલ્સમાં પણ અસરકારક છે.

સવારે દોડતા પહેલા લીબુ અને ચણા ખાવાના અન્ય લાભોઃ

  • સવારે લીંબુપાણી પીને દોડવાથી હલકો તાવ, માથું દુખવું અને આંખ સંબંધિત સમસ્યાઓનો છુટકારો મળી જાય છે. આની સાથે-સાથે લીંબુમાં એન્ટીસેપ્ટિક ગુણ હોવાને લીધે આપના ચહેરાના ડાઘ-ધબ્બા અને ત્વચા સંબંધિત રોગોથી છુટકારો મળે છે. આવી રીતે જ્યારે પણ સવારે જોગિંગ કરવા જાઓ તો ભીના ચણા કે પછી લીંબુ પાણી અવશ્ય લઈ લો. અને જો ગ્રાઉન્ડમાં ઘાંસ હોય તો ઘાસ ઉપર ઉઘાડા પગે ચાલવાની કોશિશ કરો. આનાથી બીજા પણ ઘણા શારીરિક લાભ મળી શકે છે.

Comments
Loading...