• જીએમ. ડાયેટ ના નામથી બહુચર્ચિત આ ડાયટ પ્લાન ઘણા ભારતીયો સુધી ફાયદો પહોંચાડી ચૂક્યો છે. જો અત્યાર સુધી આપે આ ડાયેટ-પ્લાન અજમાવ્યો નથી. અને જલ્દી જ વજન ઘટાડવા માંગો છો. તો આ ડાયટ પ્લાન તમારા માટે જ છે. આ ડાયટ પ્લાન શાકાહારી છે. આના માટે ન તો તમારે જમવાનુ છોડવાનું છે કે નતો તમારે એકસરસાઈઝ કરવાની છે. બસ ખાલી બતાવ્યા પ્રમાણે સાત દિવસ સુધી જીએમ ડાયટ પ્લાન ફોલો કરવાનું છે. અને એના પછી તમે ખુદ જ તફાવત મહેસૂસ કરશો.

શું તમે તૈયાર છો આ પ્લાન ફોલો કરવા માટે?

પહેલો દિવસ

 

  • આ તમારો શરૂઆત નો પહેલો દિવસ હશે. આ દિવસે તમારે વધારે પડતી અધીરાઈ કરવાની જરૂર નથી. આ પહેલા દિવસે તમારે માત્ર ફળ ખાવાના છે. તમને જે પણ ફળ ભાવે તે ખાઈ શકો છો. પરંતુ કેળાં ન ખાઓ તો વધારે સારું. અને તરબૂચ તમને સૌથી વધારે ફાયદો આપશે અને હા આખા દિવસમાં ૮ થી ૧૨ ગ્લાસ પાણી પીવાનું ન ચૂકતા.તમને જો ભૂખ લાગે તો આ પહેલા દિવસે ફળ જ ખાજો બીજું કંઈ પણ ખાવાનું નથી.

બીજો દિવસ

  • બીજા દિવસે તમારે પહેલા દિવસની જેમ જ એક ખોરાકને ટકી રહેવાનું છે. પરંતુ આ દિવસે ફળ નહીં પણ ખાલી શાક જ ખાવાનું છે. તમે શાકમાં કોઈપણ શાક ખાઈ શકો છો. અને તેને કાચું કે પાકું કરીને ખાઈ શકો છો. પરંતુ શાકને પકવતી વખતે તેમાં તેલ નો ઉપયોગ ન કરવો એનાથી સારું એ છે કે તમે બાફેલા શાક ખાઓ. તમારા માટે વધારે સારું એ છે કે દિવસમાં સવારે બટાકા બાફી નાખો પછી આખા દિવસમાં જ્યારે પણ ભૂખ લાગે ત્યારે માત્ર બાફેલા બટાકા જ ખાઓ. બીજા દિવસે કાટુન અથવા પાકેલું ગાજર, સલાડ અને બાફેલું કોબી ખાઈ શકો જે તમારા શરીર માટે ફાયદાકારક રહેશે.

ત્રીજો દીવસ

  • ત્રીજા દિવસે તમારે આગળ ના બે દિવસનું મિશ્રણ જ કરવાનું છે. ત્રીજા દિવસે તમારે ફળ અને શાકભાજી બંને ખાઈ શકો છો. પરંતુ ધ્યાન રાખજો કે તમે ત્રીજા દિવસે બટાકા અથવા કેળા ન ખાઓ. ત્રીજા દિવસે સવારે તમારે માત્ર ફળ ખાવાના છે અને બપોર થી સાંજ સુધી માત્ર શાકભાજી અને રાતના ફળ જ ખાવા નાં છે. અને આગળ કે જો એમ આઠથી દસ ગ્લાસ પાણી પીવાનું ન ચુકતા.

ચોથો દીવસ

  • ત્રણ દિવસના ડાયટ પ્લાન ફોલો કર્યા પછી તમે ચોથા દિવસે કેળા ખાઈ શકો છો. ચોથા દિવસે તમારે આખા દિવસમાં આઠથી દસ કેળા અને ત્રણ ગ્લાસ દૂધ પીવાનું છે. સવારે એક ગ્લાસ દૂધ અને કેળા ખાઓ. લંચમાં બે કેળા અને એક ગ્લાસ દૂધ ફરી પાછું લો. અને સાંજના સમયે બે કેળા ખાઓ.અને રાતના એક ગ્લાસ દૂધ અને બે કેળા ખાઓ.  તમને ચોથા દિવસે ડાયટ પ્લાન ફોલો કરવામાં થોડી પરેશાની થશે પરંતુ તમને ફાયદો પણ થશે ચોથા દિવસે તમને અહી કહ્યા સિવાયનું કંઈ જ ખાવાનુ નથી.

પાંચમો દિવસ

  • પાંચમા દિવસે આ ડાયટ પ્લાનમાં તમારા માટે છૂટ છે. એટલે કે તમને દાવત ખુબ પસંદ છે તો તમે દાવત કરી શકો છો. પાંચમા દિવસે તમે લંચમાં ૧ કપ ભાત ખાઓ અને આખા દિવસમાં છ થી સાત ટમેટા જરૂર ખાઓ. કારણ કે આ તમારા શરીરમાં વધારે યુરિક એસિડ બનાવશે અને તમે પાંચમા દિવસમાં બારથી પંદર ગ્લાસ પાણી પીવાનું ચૂકતાં નહીં.

છઠ્ઠો દિવસ

  • આ દિવસ પણ દાવત વાળો દિવસ છે છઠ્ઠા દિવસે લંચમાં એક કપ ભાત ખાઓ અને બાકી આખા દિવસમાં ઉપર કહ્યા મુજબ શાકભાજી ખાવા. અને છઠ્ઠા દિવસે પણ તમારે 8થી 12 ગ્લાસ પાણી પીવાનું છે.

સાતમો દિવસ

  • આ તમારા ડાયેટ પ્લાનનો છેલ્લો દિવસ છે. આ દિવસે પણ તમારે એક કપ ભાત ખાવાના છે અને તમને ઉપર કહ્યા મુજબની શાકભાજી ખાવાની છે આ દિવસે તમે તમારી પસંદનું ફ્રુટ જ્યુસ પણ પી શકો છો. સાતમા દિવસે તમને તમારો વજન ઘટયો હોય એવું મહેસુસ થશે અને આ પણ તમે ખાલી ફળ અને શાકભાજી ખાઈને જ ઉતારશો સાતમા દિવસે તમારા ચહેરા પર ગ્લો પણ વધારે હશે અને પહેલાના પ્રમાણમાં તમારું પાચનતંત્ર પણ વધારે સારું કામ કરશે. અને તમને આખો દિવસ ફ્રેશ ફીલ થશે.
Comments
Loading...