Source

ઐતિહાસિક અને આશ્ચર્યજનક ઘટનાઓ સાંભળીને અને જોઈને રુવાટા ઉભા થઈ જાય છે. મુંબઈમાં આવેલ મહાલક્ષ્મી મંદિર વિશે કોણ નથી જાણતું! હિન્દુ ધર્મનું એક વિશિષ્ટ પૂજા સ્થળ મનાતું આ મંદિર પાછળનો ઇતિહાસ એવો છે કે અમુક લોકોને માનવામાં પણ ન આવે! પરંતુ જે લોકો ભગવાન પર  આસ્થા રાખે છે એના માટે આ એક ચમત્કાર થી કંઈ કમ નથી. મુંબઈના ભોલાભાઈ દેસાઈ માર્ગ પર આવેલું આ મંદિર મહાલક્ષ્મી દેવીને સમર્પિત છે.

આ મંદિરનું નિર્માણ ઈ.સ. ૧૮૩૧ માં  હિન્દુ વેપારી ધાગજી દાદાજી  નામ ના વ્યક્તિએ કરાવ્યું હતું.  આ મંદિરનો ઇતિહાસ મુંબઈના વર્લી અને માલાબાર હીલ ની સાથે ગણવામાં આવતો હતો. આ જગ્યાને અત્યારે બ્રીજ કેન્ડી પણ કહે છે.

મંદિર થી જોડાયેલા લોકોનું કહેવું છે કે જ્યારે આ મંદિરનું નિર્માણ થતુ હતુ, ત્યારે આ મંદિરની એક દિવાલ આપમેળે વારંવાર પડી જતી હતી. આ મંદિરનું નિર્માણ બ્રિટિશના એન્જીનીયરો હસ્તક કરાવાઈ રહ્યુ હતુ.

અને એ ગોરા અંગ્રેજો પણ એ જાણવામાં અસફળ રહ્યા હતા કે આખરે આ દીવાલ પડવાનું કારણ શું છે?  એવામાં જે આ પ્રોજેક્ટના મુખ્ય એન્જિનિયર હતા કે જેઓ મૂળ ભારતીય હતા એના સપનામાં સાક્ષાત મહાલક્ષ્મી માતાએ દર્શન આપ્યા અને વર્લી પાસે સમુદ્રમાં પોતાની મૂર્તિ છે એવી વાત કહી.

બીજા દિવસે જ્યારે ઇજનેરે ત્યાં વરલીમાં જઈને તપાસ કરી તો તે મૂર્તિ બરોબર તે જ જગ્યાએ મળી. આ આશ્ચર્યજનક ઘટના પછી તે ઇજનેર એક નાનકડું મંદિર તૈયાર બનાવ્યું.  ત્યાર પછી જે દિવાલ પડી જતી હતી તે મંદિરનું નિર્માણ બહુ જ સરળતાથી પૂરું થઇ ગયુ.

આ મંદિર હાજીઅલી દરગાહ સાથે વરલીના સમુદ્રના કિનારે આવેલું છે. અને ત્યાંથી મહાલક્ષ્મી મંદિર ને પણ જોઈ શકાય છે. આ મંદિરની અંદર દેવી મહાલક્ષ્મી, મહાકાલી અને સરસ્વતીને પ્રતિમાઓ સ્થાપિત કરેલી છે. આ ત્રણેય દેવીઓ ની મૂર્તિઓ સોનાના ઘરેણા થી સુશોભિત છે.

ક્યારે જશો મહાલક્ષ્મી માતાના દર્શન કરવા માટે?

મંદિર સવારે છ વાગ્યે ખુલે છે અને રાત્રે 10 વાગ્યે બંધ થાય છે. આ મંદિરની ત્રણેય પ્રતિમાઓ સોનાના મુખથી આવરિત છે. અને બહુ ઓછા લોકો જાણે છે કે આ  મહાલક્ષ્મીજીની મૂર્તિ સ્વયંભુ છે. આ અસલ મૂર્તિના દર્શન ખૂબ જ ઓછા લોકોને થાય છે આ મૂર્તિના દર્શન કરવા માટે રાત્રે ૯ઃ૩૦  કલાક પછી જઈ શકો છો કારણકે ત્યારે દરેક મૂર્તિના મુખના આવરણને હટાવી લેવામાં આવે છે.  અને દસ પંદર મિનિટ સુધી ભકતોને દર્શન કરવા માટે મૂર્તિના આવરણને આમને આમ ખુલ્લુ રાખવામાં આવે છે. ત્યારપછી મંદિર બંધ થઈ જાય છે.

સવારે છ વાગ્યે ખુલતાની સાથે મહાલક્ષ્મી માતાજી નો અભિષેક કરવામાં આવે છે અને એના તરત પછી મૂર્તિઓ ઉપર ફરી પાછુ આવરણ ચડાવી દેવામાં આવે છે. મહાલક્ષ્મી મંદિરની આજુ-બાજુમાં જે નાના-મોટા મંદિરો છે, એમાં એક સ્વયંભૂ શ્રી પાતાળી હનુમાન મંદિર પણ છે. મંદિરમાં હનુમાનજીની મૂર્તિને ચાંદીનું આવરણ ચડેલું છે.

તો જ્યારે પણ ટાઇમ મળે ત્યારે મહાલક્ષ્મી મંદિર ની અચૂક મુલાકાત લેજો. તમારી દરેક મનોકામનાઓ પૂરી થશે.

Comments
Loading...