છેલ્લી પરિક્ષાનો દિવસ
એટલે જલસાનો દિવસ
આ બાજુ પરિક્ષા પતતી
ને આ બાજુ વેકેશન ચાલુ થતુ

સવારે સાયકલ ફેરવતા
બપોરે કેબલમાં પીક્ચર જોતા
સાંજે થપ્પો રમતા
અને રાત્રે પક્ડાપક્ડી અને સાંકળી રમતા

કેરી ખાવાની મજા
તરબુચ અને સક્કરટેટી ખાવાનો જલસો
અને રાત્રે
બરફનો ગોળો ખાવાની ધમાલ

અથાણાના તપેલાય
તડકે મુકવા જતા
અને ક્યારેક ક્યારેક
કેરીનું છીણ છુપાઈને ખાઈ લેતા

ક્યારેક પતા રમતા
તો ક્યારેક સાપ-સીડી રમતા
ક્યારેક ચોપાટ રમતા
તો ક્યારેક કોડી રમતા

બે રૂપિયાની પેપ્સી ચૂસવાની
શેરડીનો રસ પીવાની
અને રાત્રે ગુલ્ફી વાળો બૂમો પાડે
ત્યારે ભાગીને ખાવા જતા

વિડિયો ગેમ્સમાં મારયો રમવાની
ટી.વી. માં મોંગલી જોવાની
સારા ગીતોની કેસેટ બનાવવાની
મજા જ કંઈ અલગ હતી

માટીનો ઢગલો પડયો હોય ત્યાં
ઈંટ લઈને એમાં રસ્તો બનાવતા
અને હાથગાડી ખાલી હોય તો
એમાં કોઈને બેસાડીને ચલાવતા

મામાના ઘરે રહેવા જતા
ત્યાં નો ય આનંદ માણતા
બધા ભાઈ બહેનો સાથેનો જલસો
ચપટીમાં પસાર થઈ જતો

ના કંપ્યુટર હતા
ન મોબાઈલ હતા
પણ એ દિવસો તો
મજાના દિવસો હતા

લેખક : કિંજલ સંઘવી

Comments
Loading...