ગામના પાદરે શહેરમાં મોકલવા માટે દૂધના 2 કેન પડ્યા હતા. તેમની આસપાસ કોઈ નહોતું. એટલે મસ્તીખોર છોકરાએ એક કેનનું ઢાંકણું ઉઘાળી તેમાં એક મોટો દેડકો નાખી દીધો. અને ફરી ઢાંકણું બંધ કરી દીધું. આ જોઈને બીજા એક છોકરાએ બીજાં કેનમાં એક દેડકો નાખી અને ઢાંકણું બંધ કરી દીધુ. વખત થતાં તેમના માલિકે બને કેન ટેમ્પોમાં નાખી શહેર તરફ રવાના કર્યા.

યાત્રા દરમિયાન પેલા કેનના દેડકાએ વિચાર્યું કે ક્યાં ફસાય ગયો ભારેખમ ઢાંકણું મારાથી ખૂલે એમ નથી આ પહેલાં મેં કદી દૂધમાં સ્નાન કર્યું નથી અને ઢાંકણા ને તોડવાની મારા મા ત્રેવડ નથી બસ હવે મારી જિંદગીનો અંત આવી ગયો અને એને જીવવાના પ્રયાસો છોડી દીધા. તમે સમજી શકશો કે આ પહેલાં કેનનું ટાંકણું ખોલવામાં આવ્યું હશે ત્યારે એ દેડકાના રામ રમી ગયા હશે.

બીજા કેનમાં પરિસ્થિતિ તો સરખી જ હતી. પણ એમાંનો દેડકો વિચારતો હતો કે ભલે આ બંધ એવા ભારેખમ કેનને ખોલી ન શકુ અને તેને તોડીને એમાંથી બહાર નીકળવાની મારા માં તાકાત ન હોય પરંતુ કુદરતે મને તરવાની શક્તિ તો આપી છે. અને પછી એ તરવા લાગ્યો અને તરતો જ રહ્યો. એમ તરતા તરતા એણે દૂધમાંથી મલાઈનો એક પિંડો લાવી પછી એ પિંડા પર બેસી ગયો. પછી જ્યારે કેનનું ઢાંકણું ખોલવામાં આવ્યું ત્યારે તે કૂદકો મારીને બહાર નીકળી ગયો.

આ સ્ટોરી માં થી શું સમજવાનું છે મુસીબતના સમયે હિંમત હારવી નહીં કુદરતે જે કાંઈ શકિત ક્ષમતા આપ્યા છે એનો ઉપયોગ કરવાનો છે વિજયતા કદી મેદાન છોડી જતો નથી અને મેદાન છોડી જાય તે કદી વિજેતા બનતો નથી.

લેખક: રાજુ અંધારીયા

Comments
Loading...