આપણા ભારતમાં ઘણી એવી જગ્યા છે જે ખૂબ જ અજાણી છે. અને લોકો માટે એક આશ્ચર્ય બનીને રહે છે. અને ઘણી એવી ઘટનાઓ પણ ઘટી ચૂકી છે. જેના પૂરતા સબૂત જ મળતા નથી. ઘણા લોકોએ આવી ઘટનાઓ પાછળના કારણ જાણવા માટે સંશોધન કર્યા છે. પરંતુ અંતે એના હાથમાં કંઈ લાગતું નથી.

આજે અમે તમને એવા રહ્સ્યમયી માણસો અને એવી ઘટનાઓ વિશે જણાવવાના છીએ, કે જે આજના આધુનિક જમાનામાં પણ એક રહસ્ય બનીને જ રહી છે જેને હજુ સુધી કોઈ ઉકેલી શક્યું નથી.

જુડવા બાળકો નુ ગામડુ

Source

આપણા દેશમાં કેરેલામાં એક એવું ગામડું છે જ્યાં વધારે પડતાં જુડવા બાળકો જ પેદા થાય છે. આ ગામડામાં લગભગ 200 જુડવા બાળકો છે. અને આ બનવાની પાછળનું કારણ શું છે તે હજુ સુધી કોઇ જાણી શક્યું નથી.

તાજમહેલમાં શિવ મંદિર

વિશ્વની અજાયબીઓ માંની એક તાજમહેલ વિશે તો લગભગ બધા જાણતા હશે કે તાજમહલ શાહજહાંએ મુમતાઝની યાદમાં બનાવ્યો હતો. પરંતુ ઘણા લોકોનું એમ પણ માનવું છે કે તાજમહેલ પહેલા મહાદેવનું મંદિર હતું જેનું નામ તજો મહાલય હતું અને શાહજહાંએ આની પર કબજો કરીને મુમતાઝની કબર બનાવી હતી.

બુલેટ ની પૂજા

Representational Purpose Only

રાજસ્થાનના પાલી જિલ્લામાં એક ગામડું છે જ્યાં બુલેટ ની પૂજા થાય છે. આની પાછળ ની ઘટના વર્ણવતા લોકો કહે છે કે ૧૯૮૮ માં રામ સિંહ રાઠોડ નામના એક વ્યક્તિ પોતાની બુલેટ લઈને પોતાના સાસરે જઇ રહ્યા હતા. એવામાં તેનું એકસીડન્ટ થયુ અને પોતે ઝાડ સાથે ટકરાઈ ગયા અને તેઓ મૃત્યુ પામ્યા. ત્યાર પછી પોલીસ એનું બુલેટ સ્ટેશને લઇ ને આવી હતી પરંતુ આ બુલેટ આપમેળે તે જગ્યા પર પાછું આવી જતું હતું અને આવું એક નહી પણ ઘણી વખત થયું. ત્યાર પછી તે બુલેટને ત્યાં જ રાખી દીધું અને લોકો આને ચમત્કાર માનીને તેની પૂજા કરવા લાગ્યા.

હવામા લટકતો સ્તંભ

Source

આંધ્રપ્રદેશના લેપાક્ષી મંદિરમાં લગભગ 70 સ્તંભ છે. પરંતુ એમાંથી એક સ્તંભ એવો છે જે હવામાં એટલે કે કોઈપણ સહારા વગર હવામા લટકાયેલો છે. મંદિરમાં આવવા જવા વાળા લોકો અને ત્યાંના પંડિત પર આ વાતને લઈને ચોંકીત છે. અને ઘણાં લોકોએ જમીન અને સ્તંભ વચ્ચે કપડું પાથરીને પણ પુષ્ટી કરી છે. પરંતુ આનું કારણ શું છે તે આજ સુધી કોઇ જાણી શક્યું નથી.

પક્ષીઓનો સુસાઇડ પોઈન્ટ

Representational Purpose Only

આસામના ગોરેલ હિલ્સમાં જાતિંગા નામની એક જગ્યા છે જે જગ્યાને બર્ડ્સ સુસાઈડ પોઇન્ટ ના નામથી પણ જાણવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે સપ્ટેમ્બર અને ઓક્ટોબરના વરસાદના સમયે રાત્રિના સમયે પક્ષી અહીં આવીને ઝાડ સાથે ટકરાઈને અથવા તો કોઇપણ બીજી રીતે પોતાની જાન લઇ લે છે. અને આની પાછળનું કારણ કોઈ વૈજ્ઞાનિક શોધી શક્યા નથી.

પ્રહલાદ જાની

Source

આપણા ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં રહેવાવાળા પ્રહલાદ જાની કે જેને ચુંદડીવાળા માતાજી તરીકે પણ ઓળખાય છે, તે વૈજ્ઞાનિક માટે આજ સુધી એક રહસ્ય બનીને રહ્યા છે. કારણકે તેઓએ પાછલા 77 વર્ષથી કંઈ પણ અન્ન ગ્રહણ કર્યું નથી. અને જ્યારે વૈજ્ઞાનિકોએ તેમના શરીરનું સંશોધન કર્યું ત્યારે એમને કંઈ મળ્યું નહીં અને એને પ્રહલાદ માતાજીને સુપર હ્યુમન ઘોષીત કરી દીધા.

Comments
Loading...