દેશના સૌથી ધનવાન ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી, લગ્ન પછી પણ શિક્ષક તરીકે કામ કરી રહ્યા હતા. દેશના સૌથી ધનવાન પરિવારની વહુ બન્યા પછી પણ તે શાળામાં કામ કરતી હતી.

By Supreet1234 (Own work) [CC BY-SA 4.0], via Wikimedia Commons
આજે અમે તમને નીતા અંબાણી અને તેમના પરિવાર સાથે સંબંધિત કેટલીક બાબતો કહેવાના છીએ.

By bollywoodhungama.com [CC BY 3.0], via Wikimedia Commons
નિતા ને બાળકોને ભણાવવાનો શોખ હતો

લગ્ન પહેલાં જ નીતા ને બાળકોને શીખવવાનું પહેલેથી જ પસંદ હતુ. જ્યારે મુકેશ અંબાણીએ નીતા સાથે લગ્ન કર્યાં ત્યારે નીતાએ લગ્ન પછી પણ બાળકોને શીખવવાની મુકેશ અંબાણી સામે માંગ રાખી.

By http://www.bollywoodhungama.com [CC BY 3.0], via Wikimedia Commons
મુકેશ આ અંગે સંમત થયા અને તેમને ભણાવવાની પરવાનગી આપી. એક મુલાકાતમાં, નિતાએ જણાવ્યું હતું કે લગ્ન પછી, એક ખાનગી શાળામાં બાળકોને ભણાવતી હતી.

નીતા વિશે શાળાના લોકો જાણતા ન હતા.

By Narendra Modi [CC BY-SA 2.0], via Wikimedia Commons
નિતાએ શાળામાં ઇન્ટરવ્યૂ વીશે તો નહોતું કહ્યું, પરંતુ તેણે કહ્યું હતું કે શાળાના પ્રિન્સિપલ સુધ્ધા ને ખબર ન હતી કે તે મુકેશ અંબાણીની પત્ની છે.

નીતાએ કહ્યુ હતુ કે ૧૯૮૭ ના વર્લ્ડકપ દરમિયાન બે ટીકીટ એના પ્રીન્સીપાલે નીતાને આપી અને કહ્યુ ગમે તે બે શીક્ષકો આ મેચ જોવા જઈ શકે છે, પરંતુ આ ટીકીટ લેવાની નીતાએ ના પાડી.

આ વર્લ્ડ કપનું સ્પોન્સર રિલાયન્સ ગ્રુપ હતુ. જ્યારે શાળાના પ્રીન્સીપાલે નીતાને પ્રેસીડેંટ બૉક્સમાં વીઆઇપી સાથે જોયા, ત્યારે તેને આશ્ચર્ય થયું અને નિતાને પૂછ્યું કે તું અહીં શું કરે છે? પછી તેઓ ને ખબર પડી હતી કે નીતા દેશના સૌથી ધનાઢ્ય પરિવારની વહુ છે અને તેના શાળામાં ભણાવે છે.

Comments
Loading...