બાળપણથી આપણા માતા-પિતા એ આપણને શીખવ્યું છે કે કોઈને આપણી વસ્તુ આપવી એ સારી બાબત છે. એમાં પછી મીઠાઈનો ટુકડો હોય કે પછી બીજી કોઈ વસ્તુઓ આપણે શેર કરવા માટે ટેવાયેલા હોઇએ છીએ હોઈએ છીએ. પરંતુ અમુક વસ્તુઓ એવી છે કે જે કોઈની સાથે શેર કરવી ન જોઈએ કારણકે એ તબિયત માટે હાનિકારક હોય છે.

આજે અમે તમને એવી 7 વસ્તુઓ વિશે જણાવવાના છીએ કે જે બરાબર રાખી લેજો યાદ. અને હવે પછીથી એનું અનુકરણ અચૂક કરજો.

ક્રીમ

ફેરનેસ ક્રીમ અથવા સીરમ કે કોઈપણ વસ્તુ જે એક બરણીમાં પેકિંગ થઈને આવે છે એ સ્કિન કેર માટે અંગત આઈટમો છે. જેવું તમે ક્રીમ લેવા માટે એમાં આંગળી નાખો છો ત્યારે તેમાં બેક્ટેરિયા પ્રસરી જવાની સંભાવના રહે છે. ખાસ કરીને જો તમે તમારા મિત્ર સાથે અવારનવાર પ્રેમ શેર કરો છો તો એનાથી ઘણી બધી ત્વચાને લગતી બીમારીઓ થવાની સંભાવના રહે છે. માટે હવે પછીથી કોઇ દિવસ કોઇને ક્રીમ શેર કરશો નહીં.

મોજા

તમને કદાચ એવો વિચાર આવશે કે મોજાં જેવી વસ્તુ શેર કરવામાં ખોટું શું છે. પરંતુ મોજા કોઈ ની સાથે શેર કરવાથી ખંજવાળ, એડી ને લગતી બીમારી તેમજ અન્ય પગના તળીયા ને લગતી બીમારી સરળતાથી તમારા પગમાં પણ આવી શકે છે.

ટુથબ્રશ

આ એક એવી વ્યક્તિગત વસ્તુ છે જે શેર કરવાની કોઈ કલ્પના પણ ન કરી શકે. અને ડોક્ટરો પણ કોઈની સાથે ટુથબ્રશ શેર કરવા માટે સખત મનાઈ કરે છે. અમેરિકન ડેન્ટલ એસોસિયેશન મુજબ ટુથબ્રશ શેરિંગ કરવાથી બેક્ટેરિયા વધારો થઇ શકે છે. અને તમને ઈન્ફેક્શન થઈ શકે છે.તો આ જ પછીથી કોઈની સાથે ટુથબ્રશ શેર ન કરશો અને ટ્રાવેલિંગમાં ગયા હોય અને ટુથબ્રશ ન હોય તો ગમે તેવા સંજોગોમાં પણ બીજા કોઇનું ટુથબ્રશ ન વાપરશો.

શેવિંગ નું રેઝર

શેવિંગના રેઝર પણ એવા પ્રોડક્ટ માં નુ એક છે જેમાં વ્યક્તિગત સ્વચ્છતા માટે તે વસ્તુને રક્ષિત કરવી જોઈએ.એક પ્રખ્યાત ડોક્ટર ના અનુસાર તમારે ક્યારેય પોતાનું રેઝર બીજા સાથે શેર ન કરવું જોઈએ કારણ કે હિપેટાઇટિસ અને અન્ય સંક્રમણો આનાથી ફેલાવાની શક્યતા રહે છે. સાથે સાથે એચઆઇવી જેવી ગંભીર બીમારીઓ પણ ફેલાય શકે છે.

સાબુ

ઘરમાં અથવા બહાર જો તમે તમારા મિત્ર અથવા પરિવાર સાથે સાબુ શેર કરો છો તો આ તમારા સ્વાસ્થ્ય માટે ગંભીર હોઈ શકે છે. આથી સાબુ પણ કોઇની સાથે શેર ન કરવો જોઈએ.

પાણી

આપણે વારંવાર મિત્રોના કે ઘરે પરિવારજનોના એઠા પાણી પી લઇએ છીએ. લઈએ છીએ પરંતુ આપણે એ જાણવાની જરૂર છે કે એટા પાણી પીવાથી લાળમાં મૌજુદ બેક્ટેરિયા પાણી સાથે મળીને તમારા મોઢામાં ચાલ્યા જાય છે. આથી બીજાનું એઠું પાણી પીવાથી બચો.

હેન્ડ્સ ફ્રી

દરેક સંગીત પ્રેમીઓ માટે તેની હેન્ડ્સ ફ્રી એક બહુ મહત્ત્વપૂર્ણ વસ્તુ છે. અને આપણે ઘણી વખત આપણા મિત્રો સાથે આપણી હેન્ડ્સ ફ્રી શેર કરતા હોઈએ છીએ. પરંતુ બહુ ઓછા લોકોને ખબર છે કે ફરીથી પણ બેક્ટેરિયા ફેલાવાનું જોખમ રહે છે. જો તમે તમારી હેન્ડ્સ ફ્રી કોઈને આપો તો તમે ફરી વાપરતી વખતે વ્યવસ્થિત સાફ કરીને પછી જ વાપરવી જોઈએ. સાફ કરવા માટે disinfectant spray રૂમાં લગાવીને તેને સાફ કરી શકાય છે.

આવી મહત્ત્વપૂર્ણ માહિતી અને મિત્રો સાથે અચૂક શેર કરજો.

Comments
Loading...