નેપોલિયનના બાળપણનો એક કિસ્સો છે. એક દિવસ પોતાની નાની બહેન સાથે રમતા-રમતા એ બહુ દૂર નીકળી ગયો. રસ્તામાં એક ખેડૂતની છોકરી માથે ફળનો ટોપલો લઈને જતી હતી. નેપોલિયનની બહેનનો તેને ધક્કો લાગ્યો અને ટોપલો નીચે પડી ગયો. ફળ નકામા થઈ ગયા. ખેડૂત ની છોકરી રડવા માંડી.

નેપોલિયનની બહેન તો કહેવા લાગી, “ચાલ આપણે બે ભાગી જઇએ.” પરંતુ નેપોલિયન બોલ્યો, “ના એવું ન કરાય. એ તો બહુ ખોટું. આપણાથી આ નુકસાન થયું છે તો એ નુકસાન આપણે ભરપાઈ કરી આપવું જોઈએ.”

બહેન કહે, “માં જાણશે તો આપણને વઢશે.”

પરંતુ નેપોલિયન એ તો પોતાના ખિસ્સામાં થોડા પૈસા હતા તે ખેડૂતની છોકરી ને આપી દીધા. અને તેને આશ્વાસન આપ્યા પછી કહ્યું ચાલ અમારી સાથે ઘરે જઈને તારુ બધું નુકશાન ને ભરપાઈ કરી આપીશું.

નેપોલિયન તેને ઘરે લઈને આવ્યો. મા પ્રથમ તો આ બધું જાણીને બહુ ગુસ્સે થઈ પણ નેપોલિયન એ કહ્યું, “માં ભૂલ અમારી છે. મને તું જે ખિસ્સાખર્ચ આપે છે, તે આ છોકરીને આપી દે.”

માં બોલી, “ઠીક છે. હવે તેને દોઢ મહિના સુધી એક પાઈ પણ નહીં મળે.”

ખેડૂત ની છોકરી પૈસા મળતાં ઘણી ખુશી થઈ પોતાને ઘેર ગઈ. તે જોઈને નેપોલિયનને બહુ આનંદ થયો.

પોતે કંઈક ખોટું કામ કર્યું હોય તો તેના પરિણામો ભોગવવા જોઈએ.

અને ભાગી જવુ જોઈએ નહીં, એ વાત નેપોલિયનના હ્રદયમાં બરાબર બેસી ગઈ હતી.

Comments
Loading...