બંગાળના માલ્દા શહેરની આ વાત છે. ત્યાં એક ભાગમાં એક કાબુલી યાત્રી થોડો વખત આરામ કરવા બેઠા. પછી ઊઠીને ચાલ્યો ગયો. એક નાનો છોકરો પણ તે બાગમાં રમતો હતો. થોડી વાર પછી તેણે જોયું કે ઝાડ નીચે એક થેલી પડી હતી. તેમાં ઘણા બધા રૂપિયા હતા. એ સમજી ગયો કે જરુર પેલો કાબુલી યાત્રી આથેલી ભૂલી ગયો છે. એટલે છોકરો તો થેલી લઈને તેને શોધવા લાગ્યો. થોડું ચાલ્યો હશે ત્યાં સામેથી પહેલો યાત્રી આફરો ફાંફળો થઈને આવતો હતો. ઝડપથી દોડીને છોકરાએ તેની પાસે જઈ થેલી તેના હાથમાં મૂકી. આ તમારી જ થયેલી છે અને ઝાડ નીચે તમે ભૂલી ગયેલા એવું કહ્યું

થેલી મળતાં યાત્રી બહુ ખુશ થયો. તેણે થેલી ઉઘાડીને જોયું તો તેમાં તેના રૂપીયા એવાને એવા સલામત હતા. તેણે છોકરાને પૂછ્યું આટલા બધા પૈસા જોઈને તને લોભ ન થયો

છોકરા એ જવાબ આપ્યો હું એમ શીખ્યો છું કે પારકા ધનને માટી બરાબર માનો કોઈની પણ ચીજવસ્તુ લેવાની કદી ઈચ્છા ન કરો. એટલે મારે આપેલી શું કામની?

ખુશ થઈ કાબુલી તેને બક્ષિસ આપવા માંડ્યો. પરંતુ બક્ષિસ પણ છોકરાએ ન લીધી.

નીતિનું પાલન કરવા માટે વળી નામ શેનું આમ કહી છોકરો ત્યાંથી ચાલ્યો ગયો.

કાબુલીએ અનામી છોકરા ના વખાણ કરતો કરતો ત્યાંથી ચાલતો થયો અને તેને લાખ દુવા આપી.

Comments
Loading...