ટીવી શો સાવધાન ઈંડિયા ને રાતો રાત બંધ કરવાનો નિર્ણય?

  સાવધાન ઈંડિયા ને બંધ કરવાની ખબરો થી ટીવી જગતમાં હડકંપ મચી ગયો છે. અને ઘણા લોકોના રોજગાર ઉપર ખતરો આવી ગયો છે.

  ટીવી ના પળદે આશરે છ વર્ષ થી ચાલી રહેલો ફેમસ ક્રાઈમ શો સાવધાન ઈંડિયા ને અચાનક બંધ કરવાનો ફેસલો લેવાયો છે. ગળે ન ઉતરે તેવી વાત એ છે કે આ શો ની TRP સારી અને લોકો દ્વારા પસંદ કરેલા શો માં નો એક હોવા છતા આ કદમ ઉઠાવાયો છે.

  જો કે ચેનલ તરફથી આ શો ને બંધ કરવાની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ જાગરણ.કોમ ના સૂત્રો અનુસાર ચેનલે આ શો ના બધા નિર્માતાઓ ને કહ્યુ છે કે એ પોતાની શૂટિંગ તાત્કાલિક રોકી દે. આ શો ને આઠ અલગ અલગ પ્રોડકશન હાઉસ છે, જેનાથી આ ફેસલા થી બધા ચોંકી ઉઠયા છે.

  આ શો ને તાજેતરમાં સુશાંત સિંહ હોસ્ટ કરે છે, આની પહેલા મોહનીશ બહલ, સિધ્ધાર્થ શુક્લા, હિતેન તેજવાની, પુજા ગૌર, શિવાની તોમર અને દિવ્યા દત્તા એ હોસ્ટ કરી ચુક્યા છે. આ એ જ શો છે પહેલા લાઈફ ઓકે પર આવતો હતો અને જ્યારે એ ચેનલ ની જગ્યા એ સ્ટાર ભારત શરુ થઈ ત્યારે આ એકમાત્ર શો ને નવી ચેનલ પર એન્ટ્રી મળી હતી.

  એવું મનાય છે કે શો બંધ કરવા પાછળ આ શો ની કહાનીઓ ને દેખાડવાનો તૌર તરીકા ને લઈ ને ઘણી ફરિયાદો વારંવાર આવી રહી હતી. એમ પણ કહેવાય છે કે જેવી રીતે ક્રાઈમ ની સાચી ઘટનાઓને ડ્રામેટાઈઝેશન કરીને રજુ કરાય છે એ ખોટું છે. હકિકતે ચેનલે શહેર અને ગામડાઓના ટેસ્ટ ને જોઈને જે રીતે પોતાના શો નો કંસેપ્ટ રાખ્યો હતો તેમાં સાવધાન ઈંડિયા વિરુધ્ધ ઘણી ફરિયાદો આવી રહી હતી. સાવધાન ઈંડિયા ને બંધ કરવાની ખબર આવતા ટીવી જગત માં જાણે ખડભળાટ મચી ગયો છે અને ઘણા લોકો પર બેરોજગારી નો ખતરો આવી ગયો છે.

  News Source, Cover Image Source

  Comments
  Loading...