દીકરાનું મહત્વ ફેમ ઘટતું ગયું
કારણકે જમાઈનું મહત્વ વધતું ગયું
દીકરીના સગપણ પછી

મા-બાપ જમાઈ પાછળ એટલા ગાંડા કાઢે
જેથી દીકારાનું માન ઓછું થવા લાગે
જમાઈ પણ તમારો દીકરો જ છે

પણ એમને દીકરો બનાવવામાં
તમે તમારા દીકરાને ભુલી નહીં જતા
જમાઈના ગુણો એટલા નહીં ગાતા
કે, તમારા દીકરાના ગુણોજ તમારાથી ભુલી જવાય

ભલે દીકરો જમાઈ કરતા નાનો હોય
પણ કોઈ પણ નિર્ણય લેવામાં
એની અવગણના નહીં કરતા
એટલું ચોક્કસ યાદ રાખજો

કે જમાઈને ફોન કરશો ત્યારે આવશે
પણ દીકરો તો હંમેશા તમારી પડખે જ ઉભો રહેશે

લેખક : કિંજલ સંઘવી

Comments
Loading...