આપણા દેશ પર અંગ્રેજો રાજ કરતાં હતા તે સમયની વાત છે. એક ગામડાની શાળા. ત્યાં એક અંગ્રેજ અમલદાર શાળાની તપાસ માટે આવી ચડ્યા. ફરતાં ફરતાં તે એક વર્ગમાં ગયા.
એમણે શિક્ષક જોડે કંઈક અંગ્રેજીમાં વાતચીત કરી, પરંતુ એ શિક્ષક એમના પ્રશ્નોના જવાબ અંગ્રેજીને બદલે સંસ્કૃતમાં આપવા લાગ્યા. વિદ્યાર્થીઓ નવાઈથી એકને અંગ્રેજીમાં ને બીજાને સંસ્કૃતમાં બોલતા જોઈ રહ્યા હતા.
થોડીવાર પછી પહેલા અંગ્રેજ સાહેબ એ તરત જ સંસ્કૃતમાં બોલવાનું શરૂ કર્યું, ને એ સાથે જ શિક્ષક એના જવાબ અંગ્રેજીમાં આપવા માંડ્યા.
વર્ગના બાળકો આ બધું જોઈને આશ્ચર્યમાં જ પડી ગયા.
છેવટે એક અંગ્રેજ અમલદારે વિદાય લીધી.
પછી તરત વિદ્યાર્થીઓએ પોતાના ગુરુજીને પૂછ્યું ગુરુજી અમને એ વાતની નવાઈ લાગે છે કે ત્યારે મોટા સાહેબ અંગ્રેજી બોલતા હતા ત્યારે તમે સંસ્કૃતમાં જવાબ આપતા હતા અને પછી જ્યારે મોટા સાહેબ સંસ્કૃતમાં બોલ્યા ત્યારે તમે અંગ્રેજી શરૂ કર્યું, આમ કેમ?
પેલા શિક્ષકે જવાબ આપ્યો, “એમાં સ્વમાનનો સવાલ છે. એ સાહેબે અંગ્રેજીમાં બોલવાનું શરૂ કર્યું એટલે કે એમણે પોતાની માતૃભાષા વાપરી ટોમેન આપણી માતૃભાષામાં બોલવા માંડ્યું. આપણને આપણી માતૃભાષાનું ગૌરવ હોવું જ જોઈએ. તેથી મેં તેમ કર્યું, પણ જયારે તેઓ સંસ્કૃતમાં બોલવા લાગ્યા ત્યારે મને થયું કે એમણે આપણી ભાષાનું સન્માન કર્યું છે તો મારે એમની ભાષા ને માન આપવું જોઈએ, એટલે મેં અંગ્રેજી બોલીને એમને બતાવ્યું કે અમે અમારી ભાષા ને માન આપનાર ને માન આપીએ છીએ.
તમારા મિત્રો સાથે શેર કરજો!