સમાજમાં એવા ઘણાં લોકો છે જે પોતાની થોડી સંપત્તિઓ ગરીબોને દાન કરી દે છે, જેથી કરીને ગરીબોને એ કામ આવે. ઘણા લોકો ગુપ્ત દાન પણ કરે છે જેથી કરીને કોઈને ખબર ન પડે. આજે અમે તમને એક એવા બોલિવૂડ સ્ટાર વિશે જણાવવાના છીએ જેણે તેની પોતાની બધી પ્રોપર્ટીઓ ગરીબોને દાનમાં આપી દીધી. તમને એ પણ કહી દઈએ કે આ સુપર સ્ટાર ઘણા સમયથી સામાજિક કાર્ય થી જોડાયેલા છે પરંતુ તમારા માંથી લગભગ થોડાક જ લોકો એના વિશે જાણતા હશે.

  • તિરંગા, યશવંત અને ક્રાંતિવીર જેવી દેશભક્તિથી ભરપૂર ફિલ્મો રાષ્ટ્રને આપવાવાળા નાના પાટેકર આજકાલ એના સામાજીક કામ માટે મહારાષ્ટ્રમાં ચર્ચામાં છે. ગયા વર્ષે જ્યારે મહારાષ્ટ્રના લાતુરમાં દુકાળ પડ્યો હતો ત્યારે ગામના ખેડૂતોએ આત્મહત્યા કરી હતી ત્યારે નાના પાટેકરને આ વાતનું ખુબ જ દુઃખ લાગ્યું હતું અને એના કારણે એને એક સંસ્થા બનાવી જેની મદદથી લોકો જરૂરમંદ લોકોની મદદ કરી શકે.

  • દમદાર એક્ટિંગ અને ડાયલોગ ડિલિવરી થી મશહૂર થયેલા કલાકાર નાના પાટેકર એક સુંદર અભિવ્યક્તિ છે. આપણે એને ઘણા ફિલ્મોમાં જોયા હશે. પરંતુ સામાજિક કાર્યો વિશે લગભગ કોઇએ નહીં સાંભળ્યું હોય.

નાના પાટેકર દ્વારા કરવામાં આવેલા સામાજિક કાર્યો

  • મહારાષ્ટ્રમાં દુકાળ ની સમસ્યા ને લીધે ખેડૂતે આત્મહત્યા કરી હતી એના દરેક પરિવારને પોતે જઇને 15000 રૂપિયા આપ્યા હતા આમાં લગભગ 62 ખેડૂતોનાં પરિવારો શામેલ હતા.
  • આ સિવાય તેને એક સંસ્થા ની રચના કરી જે હજુ પણ કાર્યરત છે.

  • નાના પાટેકરની સંસ્થા મહારાષ્ટ્રના 700થી પણ વધુ એવા ક્ષેત્ર કે છે સૂકા હોય ત્યાં જળાશયોનું નિર્માણ કરો રહી છે ત્યારે નાનાની સંસ્થાને ૨૨ કરોડ રૂપિયાની કુલ મદદ મળી અને એ સંસ્થાએ નદીઓને જોડી અને એક યોજના બનાવી છે જેનાથી લોકોને કમ સે કમ પીવાનું પાણી તો મળી શકે.

  • નાનાએ જ્યારે આ સંસ્થાની સ્થાપના કરી ત્યારે પહેલા જ દિવસે લોકોએ નાનાને ૮૦ લાખ રૂપિયા દાનમાં દીધા હતા કે જેનાં માટે એક ખૂબ મોટી સફળતા હતી.

  • જયારે મીડિયાને આ વાતની ખબર પડી ત્યારે મિડિયાને પોતાના સામાજિક કાર્યો વિશે બતાવતાં નાનાએ કહ્યું હતું કે, “તેને મરતાં દમ સુધી જીવવાનું એક કારણ મળી ગયું છે.”
  • નાના પાટેકરે પોતાની 90% સંપત્તિ દાનમાં દઇ દીધી છે અને હવે તે ખુદ અને એની માં બંને સાથે ૧ BHK ના ફ્લેટમાં રહે છે. દેશના રક્ષક સૈનિકો પછી નાના જેવા લોકો હિન્દુસ્તાનના સાચા વીર સપુત છે જેને દિલથી હીરો માનવાનું મન થાય છે.

Source: Quora & Other Media Platforms

Comments
Loading...