• પાણી એ તો ધરતી પર અમૃત સમાન છે એ બધા જાણે છે. અને આપણા શરીરમાં પણ ૭૦ ટકા જેટલું પાણી રહેલું હોય છે. પાણી શરીર માટે અતિ જરૂરી તત્વ છે. જો તમને પાણી કઈ રીતે અને કેટલું પીવું જોઈએ તેનું વ્યવસ્થિત જ્ઞાન હશે તો ડોક્ટર પાસે જવાની નોબત જ નહીં આવે. આજે અમે તમને એવા જ એક lifehack વિશે જણાવવાના છીએ, જેમાં સાત દિવસ સતત ગરમ પાણીનું સેવન કરવાથી આવા ચમત્કારિક ફાયદાઓ થાય છે.

શું કામ પીવું જોઈએ ગરમ પાણી?

 • સવારે ખાલી પેટ ગરમ પાણી પીવાથી કબજીયાત અને ગેસની તમામ સમસ્યાઓમાંથી રાહત મળે છે અને આ કોઈ ઘરેલૂ ઉપચાર નથી આ મેડિકલ સાયન્સે પણ સાબિત કરેલી વાત છે!
 • રોજ સવારે તદુપરાંત આખા દિવસમાં બે-ત્રણ વખત ગરમ પાણી પીવાથી શરીર સ્વસ્થ રહે છે અને સાથે-સાથે ત્વચા ચમકવા લાગે છે!
 • જ્યારે પેટ પોતાનું કામ વ્યવસ્થિત રીતે ન કરી શકે ત્યારે જે ટોક્સીન શરીર માટે હાનિકારક છે. તે બહાર નીકળી શકતા નથી. અને લોહીમાં ભળી જાય છે. આ ટોક્સીન ક્યારેક-ક્યારેક ખિલ સ્વરૂપે શરીરની બહાર નીકળે છે. ખિલથી બચવા માટે બહુ પ્રોટીનવાળો ખોરાક ઓછો સેવન કરવો.
 • શરદી અને કફ માટે ગરમ પાણી પીવાથી ખૂબ આરામ મળે છે. હકીકતમાં તો આ રોગનો ગરમ પાણી નો રામબાણ ઈલાજ છે.

કેવું પાણી પીવું જોઈએ?

 • પાણી ઉકળે ત્યારે એક ચોથાઈ જેટલો હિસ્સો જ બચવો જોઈએ, બાકીનું ઉકાળી લેવું જોઈએ. આવા ગરમ પાણીનું સેવન કરવાથી આપણા શરીરના કફ અને પિત્તનો નાશ કરે છે.
 • તાવમાં પણ ગરમ પાણી ખૂબ જ લાભદાયી છે.
 • રોજ સવારે અને રાત્રે જમ્યા પછી ગરમ પાણી લેવાથી પેટની બધી સમસ્યાઓનો નિખાર આવી જાય છે. અને ગેસ ની બીમારી ગાયબ થઈ જાય છે.
 • રોજ એક ગ્લાસ ગરમ પાણીમાં એક લીંબુનો રસ કાળુ મરચું અને કાળું મીઠું નાખીને પીવાથી પેટનું ભારે પણું દૂર થાય છે અને ભૂખ પણ ખુલીને લાગે છે
 • વજન ઘટાડવામાં પણ ગરમ પાણી ખૂબ જ લાભદાયી છે રોજ સવારે અડધી ચમચી લીંબુ અને મધનું સેવન ગરમ પાણી પીવાથી સાથે કરવાથી શરીર ચુસ્ત અને નબળું પડે છે
 • રોજ ગરમ પાણીનું સેવન કરવાથી બ્લડ સર્ક્યુલેશન તેજીથી થાય છે અને જેના કારણે હ્રદય પણ સ્વસ્થ રહે છે અને આખો દિવસ તમે સ્વસ્થ મહેસુસ કરો છો
 • જે લોકોને પથરીની સમસ્યા હોય તો આવા લોકોએ સવારે અને સાંજે જમ્યા પછી એક ગ્લાસ ગરમ પાણી અવશ્ય પીવું જ જોઇએ.
Comments
Loading...

2 thoughts on “સાત દિવસ દરરોજ ગરમ પાણી પીવાથી શરીરમાં થશે આવું!

Comments are closed.